ભારતમાં ઉડ્ડયનનો ઇતિહાસ લાંબો છે, પરંતુ તે કેટલાક દુ:ખદ અકસ્માતો સાથે પણ સંકળાયેલો છે. ચાલો ભારતમાં અત્યાર સુધી થયેલા કેટલાક મોટા વિમાન અકસ્માતો પર નજર કરીએ, જે ઇતિહાસના પાનામાં નોંધાયેલા છે. આ અકસ્માતો ટેકનિકલ ખામી, માનવ ભૂલ અથવા ખરાબ હવામાન જેવા કારણોસર થયા હતા.
૧૯૭૨ - જાપાન એરલાઇન્સ ફ્લાઇટ ૪૭૧
તારીખ: ૧૪ જૂન, ૧૯૭૨
સ્થાન: પાલમ એરપોર્ટ નજીક, નવી દિલ્હી
વર્ણન: જાપાન એરલાઇન્સ ફ્લાઇટ ૪૭૧ લેન્ડિંગ કરવાની તૈયારીમાં હતી ત્યારે પાલમ એરપોર્ટ નજીક વિદેશી વિમાન ક્રેશ થયું. તેમાં સવાર ૮૨ મુસાફરો માર્યા ગયા અને વિમાન ક્રેશ થયું તે સ્થળે હાજર ૩ નાગરિકો પણ માર્યા ગયા. જાપાને ખોટા ગ્લાઇડ પાથ સિગ્નલને કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાની અજ્ઞાનતાને કારણ ગણાવી હતી.
૧૯૭૩ - ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૪૪૦
તારીખ: ૩૧ મે, ૧૯૭૩
સ્થાન: પાલમ એરપોર્ટ, નવી દિલ્હી
વર્ણન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૪૪૦ તે સમયે પાલમ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી. પરંતુ અચાનક લેન્ડિંગ દરમિયાન પાઇલટની એક નાની ભૂલ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ અને વિમાન પાલમ એરપોર્ટ પર જ ક્રેશ થયું. વિમાનમાં સવાર ૬૫ મુસાફરોમાંથી ૪૮ લોકોના મોત થયા.
૧૯૭૬ - ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૧૭૧
તારીખ: ૧૨ ઓક્ટોબર, ૧૯૭૬
સ્થળ: બોમ્બે (મુંબઈ)
વર્ણન: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૧૭૧નું એન્જિન અચાનક હવામાં ફેલ થઈ ગયું. જેના કારણે વિમાનમાં ભયંકર આગ લાગી ગઈ. પરિણામે, આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૯૫ મુસાફરોના મોત થયા.
સુપ્રસિદ્ધ કૃષ્ણધામ: શ્રી સાવલીયા શેઠના મંદિરનો ઇતિહાસ
૧૯૭૮ - એર ઇન્ડિયા ફ્લાઇટ ૮૫૫
તારીખ: ૧ જાન્યુઆરી ૧૯૭૮
સ્થાન: અરબી સમુદ્ર, મુંબઈ
વર્ણન: એર ઇન્ડિયાનું બોઇંગ ૭૪૭ (ફ્લાઇટ ૮૫૫) ટેકઓફ થયાના થોડા સમય પછી અરબી સમુદ્રમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં ૨૧૩ લોકોના મોત થયા. તેનું કારણ પાઇલટની ભૂલ અને સાધનોની નિષ્ફળતા હોવાનું કહેવાય છે.
૧૯૮૮ - ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૧૧૩
તારીખ: ૧૯ ઓક્ટોબર ૧૯૮૮
સ્થાન: અમદાવાદ, ગુજરાત
વર્ણન: ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-૧૧૩ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ૨ કિમી દૂર ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ હતી. વિમાનમાં ૧૩૫ લોકો સવાર હતા, જેમાંથી ૧૩૩ લોકોના મોત થયા હતા. ફક્ત બે જ લોકો બચી ગયા હતા.
૧૯૯૬ - ચરખી દાદરી અકસ્માત
તારીખ: ૧૨ નવેમ્બર ૧૯૯૬
સ્થળ: ચરખી દાદરી, હરિયાણા
વર્ણન: ભારતના ઇતિહાસમાં સૌથી ભયાનક વિમાન દુર્ઘટના. સાઉદી અરેબિયા એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સના બે વિમાનો હવામાં અથડાયા હતા. આ અકસ્માતમાં ૩૪૯ લોકોના મોત થયા હતા. આ વિશ્વની સૌથી મોટી મધ્ય-હવાઈ ટક્કરોમાંની એક છે.
૨૦૦૦ - એલાયન્સ એર ફ્લાઇટ ૭૪૧૨
તારીખ: ૧૭ જુલાઈ ૨૦૦૦
સ્થળ: પટના, બિહાર
વર્ણન: એલાયન્સ એર ફ્લાઇટ સીડી-૭૪૧૨ પટના એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગઈ. પાઇલટે કાબુ ગુમાવી દેતાં આ અકસ્માતમાં ૬૦ લોકોનાં મોત થયાં.
૨૦૧૦ - એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-812
તારીખ: ૨૨ મે ૨૦૧૦
સ્થાન: મેંગલોર, કર્ણાટક
વર્ણન: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-812 લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી ગઈ અને ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં ૧૫૮ લોકો માર્યા ગયા હતા. ભારે વરસાદ અને રનવેની સ્થિતિ તેનું કારણ માનવામાં આવી રહી છે.
૨૦૨૦ - એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-૧૩૪૪
તારીખ: ૭ ઓગસ્ટ ૨૦૨૦
સ્થાન: કોઝિકોડ, કેરળ
વર્ણન: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-૧૩૪૪, જે વંદે ભારત મિશનનો ભાગ હતી, ભારે વરસાદ વચ્ચે લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસી ગઈ. આ અકસ્માતમાં બંને પાઇલટ સહિત ૧૮ લોકોના મોત થયા હતા.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ: ભારતીય વાયુસેનામાં એક સન્માનિત હેલિકોપ્ટર પાઇલટ
૨૦૨૫ - એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧
તારીખ: ૧૨ જૂન ૨૦૨૫
સ્થાન: અમદાવાદ, ગુજરાત
વર્ણન: એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ એ ભારતના અમદાવાદ એરપોર્ટથી યુનાઇટેડ કિંગડમના લંડન ગેટવિક એરપોર્ટ સુધી એર ઇન્ડિયા દ્વારા સંચાલિત એક સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ હતી. ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ, બપોરે ૧:૩૮ વાગ્યે, ફ્લાઇટ ચલાવતું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર, ટેકઓફ થયાના લગભગ ૩૦ સેકન્ડ પછી, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બી. જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ બ્લોકમાં ક્રેશ થયું હતું. વિમાનમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો હતા, જેમાંથી એક મુસાફર સિવાય બધાનું મૃત્યુ થયું હતું. જમીન પર ઓછામાં ઓછા ૩૩ લોકો પણ માર્યા ગયા હતા.
બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર:
બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં તેના ઇતિહાસમાં ઘણી તકનીકી ખામીઓ રહી છે.
2013 માં બેટરીમાં આગ લાગી: બે ડ્રીમલાઇનર વિમાનોમાં લિથિયમ-આયન બેટરીમાં આગ લાગી, જેના કારણે FAA એ ત્રણ મહિના માટે બધી ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરી દીધી.
એન્જિન અને ઇલેક્ટ્રિકલ ખામીઓ: જનરલ ઇલેક્ટ્રિક GEnx અને રોલ્સ-રોયસ ટ્રેન્ટ 1000 એન્જિનમાં ખામી, ઇંધણ લીક, વિન્ડશિલ્ડમાં તિરાડ અને સોફ્ટવેર ખામીઓ નોંધાઈ.
0 Comments