Ad Code

Ticker

6/recent/ticker-posts

Rivers of Gujarat | ગુજરાતની નદીઓ ભાગ-01 | Gujarat ni Nadio Part-01

List of Rivers of Gujarat & Gujarat ni Nadio ni mahiti | Gujarat ni Nadio PDF | Gujarat nu Naditantra | Gujarat ni Nadio na Nam | Nadio nu udgam sthan | Nadio ni gujarat ma lanbai | Nadio nu antim sthan | Length of all rivers in Gujarat 

આ લેખમાં આપણે ગુજરાતની નદીઓના ઉદ્ગગમ સ્થાન, તેમની કુલ લંબાઈ તથા ગુજરાતમાં લંબાઇ અને તેમના અંતિમ સ્થાન વિશે જાણકારી મેળવીશું.

ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ આવેલી છે. જેમાંથી તળ ગુજરાતમાં 17, સૌરાષ્ટ્રમાં 71 અને કચ્છમાં 97 નદીઓ વહે છે. 

આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

તળ ગુજરાતની નદીઓ

તળ ગુજરાતને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ 3 ભાગમાં વહેંચવામાં આવે છે.


ઉત્તર ગુજરાતની નદીઓ

  • ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નદી બનાસ છે.
નદીનું નામ ઉદ્ગગમ સ્થાન ગુજરાતમાં લંબાઈ અંતિમ સ્થાન
બનાસ રાજસ્થાન-શિરોહી-સિરણવાના પર્વતો 216 કિમી (કુલ 266 કિમી) કચ્છનું નાનું રણ
સરસ્વતી બનાસકાંઠા-દાંતા-ચોરીના ડુંગર 360 કિમી કચ્છનું નાનું રણ
રૂપેણ મહેસાણા-ટૂંગા પર્વત 156 કિમી કચ્છનું નાનું રણ
પુષ્પાવતી મહેસાણા-ઉંઝા - રૂપેણ નદી
બાલારામ બનાસકાંઠા 14 કિમી બનાસ નદી
સીપુ રાજસ્થાન-શિરોહી & માઉન્ટ આબુના ડુંગરો 12 કિમી બનાસ નદી

મધ્ય ગુજરાતની નદીઓ

  • મધ્ય ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નદી મહી છે.
નદીનું નામ ઉદ્ગગમ સ્થાન ગુજરાતમાં લંબાઈ અંતિમ સ્થાન
સાબરમતી રાજસ્થાન-ઉદયપુર-ઢેબર સરોવર 323 કિમી (કુલ 371 કિમી) ખંભાતનો અખાત
હાથમતી અરવલ્લીની પર્વતમાળા - સાબરમતી નદી
મેશ્વો રાજસ્થાન-ડુંગરપુર 203 કિમી વાત્રક નદી
માઝમ અરવલ્લીની પર્વતમાળા - વાત્રક નદી
હરણાવ અરવલ્લીની પર્વતમાળા - સાબરમતી નદી
વાત્રક ડુંગરપુરની ટેકરીઓ 178 કિમી સાબરમતી નદી
સુખભાદર ચોટીલા-માંડવની ટેકરીઓ 194 કિમી સાબરમતી નદી
શેઢી મહીસાગર-થામોદ & વરધારની ટેકરીઓ 113 કિમી વાત્રક નદી
મહી મધ્યપ્રદેશ-માળવાનો ઉચ્ચપ્રદેશ-જ્યસમંદ સરોવર 180 કિમી (કુલ 583 કિમી) ખંભાતનો અખાત
વિશ્વામિત્રી પાવાગઢ ડુંગર - ખંભાતનો અખાત
ઢાઢર છોટાઉદેપુરની ટેકરીઓ 142 કિમી વિશ્વામિત્રી નદી
ઓરસંગ મધ્યપ્રદેશ - નર્મદા નદી

દક્ષિણ ગુજરાતની નદીઓ

  • દક્ષિણ ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નદી નર્મદા છે.
નદીનું નામ ઉદ્ગગમ સ્થાન ગુજરાતમાં લંબાઈ અંતિમ સ્થાન
નર્મદા છત્તીસગઢ-બિલાસપુર-અમરકંટકમાંથી રેવારુપે & મધ્યપ્રદેશ-સાતપુડા-મૈકલ-નર્મદારુપે 160 કિમી (કુલ 1321 કિમી) ખંભાતનો અખાત
તાપી મધ્યપ્રદેશ-બેતુલ-મહાદેવની ટેકરી 144 કિમી (કુલ 724 કિમી) ખંભાતનો અખાત
કીમ ભરૂચ-નેત્રંગ-સાતપુડાના ડુંગર-ઝરણાવાડી ગામ 107 કિમી ખંભાતનો અખાત
કરજણ સુરત-ઉમરપાડા જંગલો-રાજપીપળાની ટેકરીઓ - નર્મદા નદી
પૂર્ણા સહ્યાદ્રિ પર્વતમાળા-પીપલદહાડ-પીપળનેરના ડુંગર 180 કિમી અરબ સાગર
અંબિકા મહારાષ્ટ્ર-નાસિક-સુરગાણ-કોટાંબી-સાપુતારાના ડુંગરો 136 કિમી અરબ સાગર
ઔરંગા ધરમપુરના ડુંગર 97 કિમી અરબ સાગર
પાર મહારાષ્ટ્ર-ભેરવી ગામ 51 કિમી અરબ સાગર
કોલક કપરાડા-આંબા જંગલ ગામ-સાપુતારાના ડુંગરો 50 કિમી અરબ સાગર
દમણગંગા પશ્ચિમ ઘાટ 131 કિમી અરબ સાગર
વાંકી ધરમપુરની ઉત્તરમાંથી - અરબ સાગર
વેંગણિયા સુરત & નવસારી જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી - અંબિકા નદી
મીંઢોણા સોનગઢ-ડોસવાડા ગામ-ઉપરવાસના જંગલો 105 કિમી અરબ સાગર
રંગાવલી મહારાષ્ટ્ર-નંદરબાર-વિસરવાડી 36 કિમી ઉકાઈ જળાશય
વાલ્મિકી મહારાષ્ટ્ર-નંદબાર-પીપળનેર ડુંગર - પૂર્ણા નદી
ગીરા ડાંગ-પાંડવોની ગુફા 129 કિમી પૂર્ણા નદી

સૌરાષ્ટ્રની નદીઓ

  • સૌરાષ્ટ્રનું જળ પરિવહન તંત્ર ત્રિજ્યાકારે રચાયેલું છે.
  • સૌરાષ્ટ્રની નદીઓ કેન્દ્રત્યાગી નદીઓ તરીકે જાણીતી છે.
  • સૌરાષ્ટ્રની નદીઓ મધ્યના ડુંગરમાંથી નિકળી પૈડાના આરાની જેમ ચારે તરફ ફેલાયેલી છે.
  • સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર છે.
નદીનું નામ ઉદ્ગગમ સ્થાન ગુજરાતમાં લંબાઈ અંતિમ સ્થાન
બ્રહ્માણી સુરેન્દ્રનગર-હળવદ-ગોલાસણ ગામ 75 કિમી કચ્છનું નાનું રણ
મચ્છુ જસદણ-દહીઁસરા ગામ-આણંદપુર ભાડલાના ડુંગર 130 કિમી કચ્છનું નાનું રણ
આજી રાજકોટ-લોધિકા ગામ 102 કિમી કચ્છનો અખાત
ભાદર રાજકોટ-જસદણ-આનંદપરના ઉચ્ચપ્રદેશ-મદાવાના ડુંગર 200 કિમી અરબ સાગર
શેત્રુંજ્ય ગીર-ચાંચાંઈ ટેકરીઓ 187 કિમી ખંભાતનો અખાત
વઢવાણ ભોગાવો ચોટીલા-નવાગામ-ડુંગરો 101 કિમી નળ સરોવર
લીમડી ભોગાવો ચોટીલા-ભીમોરાના ડુંગરો 113 કિમી સાબરમતી નદી
મછુન્દ્રી ગીર-રાજમલ તળેટી 60 કિમી અરબ સાગર
રાવલ ગીર-દૂધાળા ગામ 65 કિમી અરબ સાગર
હિરણ ગીર-સાસણની ટેકરીઓ 40 કિમી અરબ સાગર
કાળવો ગીરનાર-દાતારના ડુંગર - ઓઝત નદી
ધાતરવડી ગીરના જંગલ - અરબ સાગર
ઓઝત જુનાગઢ પંથક 125 કિમી અરબ સાગર
સાંગાવાડી ગીરના જંગલ 38 કિમી અરબ સાગર
શાહી ગીરના જંગલ-ભેરવી 38 કિમી અરબ સાગર
ઉબેણ જુનાગઢ-ભેંસાણ-જાલણસર-માખીયાળા - અરબ સાગર
ઊંડ રાજકોટ-કાલાવાડ-લોધિકાની ટેકરીઓ 80 કિમી કચ્છનો અખાત
માલેશ્રી ભાવનગર-માળનાથ ડુંગરમાળા 30 કિમી ખંભાતનો અખાત
કાળુભાર સમઢીયાળા-રાયપુરના ડુંગર 94 કિમી ખંભાતનો અખાત
ઘેલો ફુલઝર ગામ-જસદણના પર્વત 118 કિમી ખંભાતનો અખાત
પડાલિયો ખાંભડિયાની ટેકરીઓ 110 કિમી ખંભાતનો અખાત
ખલખલિયો ભાભાતની ટેકરીઓ 50 કિમી ખંભાતનો અખાત

કચ્છની નદીઓ

  • કચ્છની નદીઓમાં મોટાભાગે ચોમાસામાં પાણી જોવા મળે છે.
  • મોટાભાગની નદીઓ કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે.
  • કચ્છની એકપણ નદીની લંબાઈ 80 કિમીથી વધારે નથી.
  • મોટાભાગની નદીઓ મધ્યધારના ડુંગરમાંથી નિકળી ઉત્તર-દક્ષિણ વહે છે.
નદીનું નામ ઉદ્ગગમ સ્થાન ગુજરાતમાં લંબાઈ અંતિમ સ્થાન
ખારી ચાડવા ડુંગર 50 કિમી કચ્છનું મોટું રણ
રુક્માવતી ભુજ-રામપરા વેકરા 50 કિમી કચ્છનો અખાત
કનકાવતી ભીમપુર ગામ 40 કિમી કચ્છનો અખાત
નાગમતી ભારપર ગામ 50 કિમી કચ્છનો અખાત
ભુખી અંગીયા ગામ 28 કિમી કચ્છનો અખાત
નાયરા અબડાસા-મોથારા ગામ 32 કિમી કચ્છનો અખાત

Post a Comment

0 Comments

Ad Code