Ad Code

Ticker

6/recent/ticker-posts

મન કી બાત : 96માં એપિસોડમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહેલી મનની વાતો

Mann Ki Baat: In the 96th episode, Shri Narendrabhai Modi's words of the mind

2022 અર્થાત્

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપણે ‘મન કી બાત’ના છન્નુમી  કડી સાથે જોડાઈ રહ્યા છીએ. 2022 ખરેખર અનેક રીતે ખૂબ જ પ્રેરક રહ્યું, અદ્ભુત રહ્યું. આ વર્ષે ભારતે પોતાની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા કર્યાં અને આ વર્ષે અમૃત કાળનો પ્રારંભ થયો. આ વર્ષે દેશે અનેક ક્ષેત્રે ઝડપ પકડી છે, 2022ની વિભિન્ન સફળતાઓએ આજે પૂરા વિશ્વમાં ભારતનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે.

2022 અર્થાત્ ભારત દ્વારા દુનિયામાં પાંચમા સૌથી મોટા અર્થતંત્રનો પડાવ પ્રાપ્ત કરવો, 2022 અર્થાત્ ભારત દ્વારા 220 કરોડ રસીનો અવિશ્વસનીય આંકડો પાર કરવાનો વિક્રમ, 2022 અર્થાત્ ભારત દ્વારા નિકાસનો 400 અબજ ડૉલરનો જાદુઈ આંકડો પાર કરવો, 2022 અર્થાત્ દેશના જન-જન દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને અપનાવવો, તેને જીવીને દેખાડવો, 2022 અર્થાત્ ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું સ્વાગત, 2022 અર્થાત્ અવકાશ, ડ્રૉન અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો ધ્વજ ફરકાવવો, 2022 અર્થાત્ દરેક ક્ષેત્રમાં ભારતની શક્તિ. રમતના મેદાનમાં પણ, ચાહે, રાષ્ટ્રકુળ રમતો હોય કે આપણી મહિલા હોકી ટીમની જીત, આપણા યુવાનોએ જબરદસ્ત સામર્થ્ય દેખાડ્યું.

આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 

હર ઘર તિરંગા અભિયાન

2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.

G-20 સમૂહ 

આ વર્ષે ભારતને જી20 સમૂહની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં ગત વખતે આના પર વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. વર્ષ 2023માં આપણે જી20ના ઉત્સાહને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. આ આયોજનને એક જન આંદોલન બનાવવાનું છે.

યોગ અને આયુર્વેદ 

સદીઓથી ભારતીય જીવનનો હિસ્સો રહેલા યોગ અને આયુર્વેદ જેવા આપણાં શાસ્ત્રોની સામે પુરાવા આધારિત સંશોધનની ખોટસદૈવ એક પડકાર રહ્યો છેપરિણામ દેખાય છેપરંતુ પ્રમાણ નથી હોતાંપરંતુ મને આનંદ છે કે પુરાવા આધારિત સંશોધનના યુગમાંહવે યોગ અને આયુર્વેદઆધુનિક યુગની તપાસ અને કસોટીઓ પર સાચાં ઠરી રહ્યાં છેતમે બધાએ મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટર વિશે જરૂર સાંભળ્યું હશેઆ સંસ્થાએ રિસર્ચઇનોવેશન અને કેન્સર કૅરમાં ખૂબ નામ કમાયું છેઆ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સઘન સંશોધનમાં જણાયું છે કે સ્તન કેન્સરના દર્દીઓ માટે યોગ ખૂબ જ વધુ અસરકારક છેટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના સંશોધનનાં પરિણામોને અમેરિકામાં થયેલી ખૂબ જ પ્રતિષ્ઠિત સ્તન કેન્સર પરિષદમાં પ્રસ્તુત કર્યાં છેઆ પરિણામોએ દુનિયાના મોટામોટા નિષ્ણાતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છેકારણકે ટાટા મેમોરિયલ સેન્ટરે પુરાવા સાથે જણાવ્યું છે કે દર્દીઓને યોગથી કેવો લાભ થયો છેઆ સેન્ટરના સંશોધન પ્રમાણેયોગના નિયમિત અભ્યાસથી સ્તન કેન્સરના દર્દીઓની બીમારીના ફરીથી થવાના અને મૃત્યુના જોખમમાં 15 ટકા ઘટાડો થયો છેભારતીય પારંપરિક ચિકિત્સામાં આ પહેલું ઉદાહરણ છે જેને પશ્ચિમી રીતવાળા કડક માપદંડો પર ચકાસવામાં આવ્યું છેસાથે જ આ પહેલો અભ્યાસ છેજેમાં સ્તન કેન્સરગ્રસ્ત મહિલાઓમાં યોગથી જીવનની ગુણવત્તા વધુ સારી થઈ હોવાનું જાણવા મળ્યું છેતેના દીર્ઘકાલીન લાભો પણ સામે આવ્યા છેટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના અભ્યાસનાં પરિણામોને પેરિસમાં થયેલા યુરોપિયન સૉસાયટી ઑફ મેડિકલ ઑન્કોલૉજીમાંતે સંમેલનમાં પ્રસ્તુત કર્યાં છે.

કાલાજાર બીમારી 

આજે, ‘મન કી બાતના શ્રોતાઓને હું એક વધુ પડકાર વિશે જણાવવા માગું છું જે હવે સમાપ્ત થવાના આરે છે. તે પડકારતે બીમારી છે કાલાજાર’. આ બીમારી પરોપજીવી સેન્ડ ફ્લાય અર્થાત્ બાલુ માખી કરડવાથી ફેલાય છેજ્યારે કોઈને કાલાજાર’ થાય છે તો તેને મહિનાઓ સુધી તાવ રહે છે અને લોહીની ઘટ થઈ જાય છેશરીર નબળું પડી જાય છે અને વજન પણ ઘટી જાય છેઆ બીમારી બાળકોથી લઈને મોટા સુધી કોઈને પણ થઈ શકે છેપરંતુ બધાના પ્રયાસથી, ‘કાલાજાર’ નામની આ બીમારીહવેઝડપથી સમાપ્ત થતી જઈ રહી છેકેટલાક સમય પહેલાં સુધીકાલાજારનો પ્રકોપચાર રાજ્યોમાં 50થી વધુ જિલ્લાઓમાં ફેલાયેલો હતોપરંતુ હવે તે બીમારી બિહાર અને ઝારખંડના ચાર જિલ્લાઓ સુધી જ સીમિત રહી ગઈ છેમને વિશ્વાસ છે કે બિહારઝારખંડના લોકોનું સામર્થ્યતેમની જાગૃતિઆ ચાર જિલ્લાઓમાં પણ કાલાજારને સમાપ્ત કરવામાં સરકારના પ્રયાસોમાં મદદ કરશે. ‘કાલાજાર’ પ્રભાવિત ક્ષેત્રોના લોકોને પણ મારો અનુરોધ છે કે તેઓ બે વાતોનું જરૂર ધ્યાન રાખેએક  સેન્ડ ફ્લાય અથવા બાલુ માખી પર નિયંત્રણ અને બીજું, જેમ બને તેમ જલ્દી આ રોગની ઓળખ કરી તેની પૂરી સારવાર કરાવવી. ‘કાલાજારની સારવાર સરળ છેતેના માટે કામ આવતી દવાઓ પણ બહુ જ કારગર નિવડે છેબસતમારે સતર્ક રહેવાનું છે.

ટી.બી. મુક્ત ભારત 

બધાના પ્રયાસની આ ભાવનાથી આપણે ભારતને 2025 સુધી ટી.બીમુક્ત કરવા માટે પણ કામ કરી રહ્યા છેતમે જોયું હશેવિતેલા દિવસોમાંજ્યારે ટી.બી.મુક્ત ભારત અભિયાન શરૂ થયું તો હજારો લોકો ટીબીદર્દીઓની મદદ કરવા આગળ આવ્યાતે લોકો નિક્ષય મિત્ર બનીનેટી.બી.ના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છેતેમની આર્થિક મદદ કરી રહ્યા છેજન સેવા અને જન ભાગીદારીની આ શક્તિદરેક મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરીને જ દેખાડે છે.

નમામિ ગંગે મિશન 

સંયુક્ત રાષ્ટ્રોએ નમામિ ગંગે મિશનને પર્યાવરણ પ્રણાલિને પુનઃસ્થાપિત કરતા દુનિયાના ટોચના દસ ઇનિશિએટિવમાં સામેલ કર્યું છેવધુ આનંદની વાત એ છે કે સમગ્ર વિશ્વના 160 આવાં ઇનિશિએટિવમાં નમામિ ગંગાને આ સન્માન મળ્યું છેસાથીઓ, ‘નમામિ ગંગે’ અભિયાનની સૌથી મોટી ઊર્જા લોકોની નિરંતર સહભાગિતા છે. ‘નમામિ ગંગે’ અભિયાનમાં ગંગા પ્રહરીઓ અને ગંગા દૂતોની પણ મોટી ભૂમિકા છેતેઓ વૃક્ષારોપણઘાટોની સફાઈગંગા આરતીશેરી નાટકચિત્રકારી અને કવિતાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં લાગેલા છેઆ અભિયાનથી જૈવવૈવિધ્યમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છેહિલ્સા માછલીગંગા ડૉલ્ફિન અને કાચબાની વિભિન્ન પ્રજાતિઓમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છેગંગાનું પર્યાવરણ તંત્ર સ્વચ્છ થવાથીઆજીવિકાના અન્ય અવસરો પણ વધી રહ્યા છે.

સંગે શેરપાજી 

સિક્કિમના થેગૂ ગામના સંગે શેરપાજી’. તેઓ છેલ્લાં 14 વર્ષથી 12,000 ફૂટથી પણ વધુ ઊંચાઈ પર પર્યાવરણ સંરક્ષણના કામમાં લાગેલા છેસંગેજીએ સાંસ્કૃતિક અને પૌરાણિક રીતે મહત્ત્વના સોમગો (tsomgo) ને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું છેપોતાના અથાગ પ્રયાસોથી તેમણે આ ગ્લેશિયર લેકનું રંગરૂપ જ બદલી નાખ્યું છેવર્ષ 2008માં સંગે શેરપાજીએ જ્યારે સ્વચ્છતાનું આ અભિયાન શરૂ કર્યું હતુંત્યારે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતોપરંતુ જોતજોતામાંતેમના આ ઉમદા કાર્યમાં યુવાનો અને ગ્રામીણો સાથે જ પંચાયતનો પણ ભરપૂર સહયોગ મળવા લાગ્યોઆજે તમે જો સોમગો સરોવરને જોવા જશો તો ત્યાં ચારે તરફ તમને ગાર્બેજ બિન્સ મળશેહવે અહીં જમા થયેલા કચરાને રિસાઇકલિંગ માટે મોકલવામાં આવે છેઅહીં આવનારા પર્યટકોને કપડાંથી બનેલી ગાર્બેજ બિન પણ આપવામાં આવે છે જેથી કચરો અહીંત્યાં ન ફેંકેહવે ખૂબ જ સાફ થઈ ચૂકેલા આ સરોવરને જોવા માટે દર વર્ષે લગભગ પાંચ લાખ પર્યટકો ત્યાં જાય છેસોમગો સરોવરના સંરક્ષણના આ અનોખા પ્રયાસ માટે સંગે શેરપાજીને અનેક સંસ્થાઓએ સન્માનિત પણ કર્યા છેઆવા જ પ્રયાસોના કારણે આજે સિક્કિમની ગણતરી ભારતના સૌથી સ્વચ્છ રાજ્યોમાં થાય છેહું સંગે શેરપાજી અને તેમના સાથીઓ સાથે દેશભરમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા કાર્યમાં લાગેલા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.

કળા-સાહિત્ય-સંસ્કૃતિ 

મારા પ્રિય દેશવાસીઓઆપણા દેશમાં આપણી કળાસંસ્કૃતિ વિશે એક નવી જાગૃતિ આવી રહી છેએક નવી ચેતના જાગૃત થઈ રહી છે. ‘મન કી બાતમાંઆપણેઘણી વારઆવાં ઉદાહરણોની ચર્ચા પણ કરીએ છીએજે રીતે કળાસાહિત્ય અને સંસ્કૃતિ સમાજની સામૂહિક મૂડી હોય છેતે જ રીતે તેમને આગળ વધારવાની જવાબદારી સંપૂર્ણ સમાજની હોય છેઆવો જ એક સફળ પ્રયાસ લક્ષદ્વીપમાં થઈ રહ્યો છેત્યાં કલ્પેની દ્વીપ પર એક ક્લબ છે– કૂમેલ બ્રધર્સ ચેલેન્જર્સ ક્લબઆ ક્લબ યુવાનોને સ્થાનીય સંસ્કૃતિ અને પારંપરિક કળાઓના સંરક્ષણ માટે પ્રેરે છેત્યાં યુવાનોને સ્થાનિક કળા કોલકલીપરીચાકલીકિલિપ્પાટ્ટ અને પારંપરિક ગીતોનું પ્રશિક્ષણ અપાય છેએટલે કે જૂનો વારસોનવી પેઢીના હાથોમાં સુરક્ષિત થઈ રહ્યો છેઆગળ વધી રહ્યો છે અને સાથીઓમને આનંદ છે કે આ પ્રકારના પ્રયાસો દેશમાં જ નહીંવિદેશમાં પણ થઈ રહ્યા છે

સાથીઓ, ‘મન કી બાતના શ્રોતાઓને હું કર્ણાટકના ગડક જિલ્લામાં રહેનારા ક્વેમશ્રીજી વિશે પણ બતાવવા માગું છું. ‘ક્વેમશ્રી’ દક્ષિણમાં કર્ણાટકની કળાસંસ્કૃતિને પુનર્જીવિત કરવાના મિશનમાં છેલ્લાં 25 વર્ષથી અનવરત લાગેલા છેતમે વિચારી શકો કે તેમની તપશ્ચર્યા કેટલી મોટી છેપહેલાં તો તેઓ હૉટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતાપરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે તેમની લાગણી એટલી ગાઢ હતી કે તેમણે તેને પોતાનું મિશન બનાવી લીધુંતેમણે કલા ચેતના’ નામથી એક મંચ બનાવ્યોઆ મંચઆજે કર્ણાટકનાઅને દેશવિદેશના કલાકારોના અનેક કાર્યક્રમ આયોજિત કરે છેતેમાં સ્થાનિક કળા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે અનેક ઇનૉવેટિવ કામ પણ થાય છે.

વાંસનો ઉપયોગ 

મારા પ્રિય દેશવાસીઓદેશના અનેક ક્ષેત્રમાં વાંસથી અનેક સુંદર અને ઉપયોગી ચીજો બનાવવામાં આવે છેવિશેષ રીતે આદિવાસી ક્ષેત્રમાં વાંસના કુશળ કારીગર અને કુશળ કલાકારો છેજ્યારથી દેશે વાંસથી જોડાયેલા અંગ્રેજોના જમાનાના કાયદાઓને બદલ્યા છેત્યારથી તેનું એક મોટું બજાર તૈયાર થઈ ગયું છેમહારાષ્ટ્રના પાલઘર જેવા ક્ષેત્રમાં પણ આદિવાસી સમાજના લોકો વાંસનાં અનેક સુંદર ઉત્પાદનો બનાવે છેવાંસથી બનનારાં બૉક્સખુરશીચાયદાનીટોકરીઓ અને ટ્રે જેવી ચીજો ખૂબ લોકપ્રિય થઈ રહી છેએટલું જ નહીંતે લોકો વાંસના ઘાસથી સુંદર કપડાં અને સજાવટની ચીજો પણ બનાવે છેતેનાથી આદિવાસી મહિલાઓને પણ આજીવિકા મળી રહી છે અને તેમના હુનરને ઓળખ પણ મળી રહી છે.

સાથીઓકર્ણાટકનું એક દંપતી સોપારીના રેસાથી બનેલાં અનોખાં ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડી રહ્યું છેકર્ણાટકના શિવમોગાનું આ દંપતી છે– શ્રીમાન સુરેશ અને તેમનાં પત્ની શ્રીમતી મૈથિલીઆ લોકો સોપારીના રેસાથી ટ્રેપ્લેટ અને હેન્ડબેગથી લઈને અનેક ડૅકૉરેટિવ ચીજો બનાવી રહ્યાં છેઆવા રેસાથી બનેલાં ચપ્પલો પણ આજે લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છેતેમનાં ઉત્પાદનો આજે લંડન અને યુરોપના બીજાં બજારોમાં વેચાઈ રહ્યાં છેઆ જ તો આપણાં પ્રાકૃતિક સંસાધનો અને પારંપરિક હુનરની ખાસિયત છેજે બધાને પસંદ આવી રહી છેભારતના આ પારંપરિક જ્ઞાનમાં દુનિયા ટકાઉ ભવિષ્યનો રસ્તો જોઈ રહી છેઆપણેસ્વયં પણઆ દિશામાં વધુમાં વધુ જાગૃત થવાની આવશ્યકતા છેઆપણે સ્વયં પણ આવાં સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ અને બીજાઓને પણ આ ઉપહાર સ્વરૂપે આપીએતેનાથી આપણી ઓળખ પણ મજબૂત થશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા પણ મજબૂત થશેઅનેમોટી સંખ્યાંમાંલોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે.

2023ની શુભકામનાઓ

મારા પ્રિય દેશવાસીઓહવે આપણે ધીરેધીરે મન કી બાતના 100મા હપ્તાના અભૂતપૂર્વ પડાવ તરફ આગળ વધી રહ્યા છીએમને અનેક દેશવાસીના પત્રો મળ્યા છેજેમાં તેમણે 100મા હપ્તા વિશે ઘણી જિજ્ઞાસા પ્રગટ કરી છે100મા હપ્તામાંઆપણે શું વાત કરીએતેને કેવી રીતે ખાસ બનાવીએતેના માટે તમે મને સૂચનો મોકલશો તો મને ઘણું સારું લાગશેઆગામી વખતેઆપણે વર્ષ 2023માં મળીશુંહું તમને બધાને વર્ષ 2023ની શુભકામનાઓ પાઠવું છુંઆ વર્ષ પણ દેશ માટે ખાસ રહેદેશ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરતો રહેઆપણે મળીને સંકલ્પ પણ લેવાનો છેસાકાર પણ કરવાનો છેઆ સમયે ઘણા બધા લોકો રજાના મૂડમાં પણ છેતમે તહેવારોનોઆ અવસરોનો ઘણો આનંદ લોપરંતુ થોડા સતર્ક પણ રહેજોતમે પણ જોઈ રહ્યા છો કે દુનિયાના અનેક દેશમાં કોરોના વધી રહ્યો છેઆથી આપણે માસ્ક અને હાથ ધોવા જેવી સાવધાનીઓનું હજુ વધુ ધ્યાન રાખવાનું છેઆપણે સાવધાન રહીશું તો સુરક્ષિત પણ રહીશું અને આપણા ઉલ્લાસમાં કોઈ અંતરાય પણ નહીં આવેતેની સાથેતમને સહુને ફરી એક વાર ઘણી શુભકામનાઓખૂબ ખૂબ ધન્યવાદનમસ્કાર.

Post a Comment

0 Comments

Ad Code