Ad Code

Ticker

6/recent/ticker-posts

ગુજરાતની પ્રથમ હોસ્પિટલ : અમદાવાદની એપોલો હોસ્પિટલે ડિજિટલ ઇન્ડિયાને અનુસરી દર્દીની સંભાળ માટે ક્રાઉન વિંગ બનાવી

Apollo Hospital, Ahmedabad

ડિજિટલ ઇન્ડિયા કેમ્પિંગના સમર્થનમાં અને દર્દીની સંભાળમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા ક્રાઉન વિંગ બનાવવામાં આવી છે જે દર્દી માટે નેક્સ્ટ લેવલના ડિજિટલી સંચાલિત સ્માર્ટ રૂમ સાથેની સમર્પિત સુવિધા છે.

banner

દર્દીની સંભાળમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે એપોલો હોસ્પિટલ ક્રાઉન વિંગ સાથે આવી છે. નવી વિંગના ઉદ્ઘાટન બાદ એપોલો હોસ્પિટલ અમદાવાદ સ્માર્ટ રૂમ દ્વારા દર્દીઓને અત્યાધુનિક સ્માર્ટ સુવિધાઓ પ્રદાન કરનારી ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે. સ્માર્ટ રૂમમાં વોઇસ આસિસ્ટન્ટ સહિત સ્વસંચાલિત સિસ્ટમના સમાવેશ દ્વારા દર્દીઓને રહેવા માટે આરામદાયક બનાવે છે. આ સુવિધા મૂળભૂત નર્સિંગ અને દર્દી સંભાળ પ્રવૃત્તિઓને અત્યંત સરળ અને કાર્યક્ષમ બનાવે છે.

આ સાથે સ્માર્ટ રૂમમાં ટચલેસ/કોન્ટેક્ટલેસ ટેકનોલોજીને કારણે હોસ્પિટલ દ્વારા હસ્તગત ચેપની શક્યતા ઘટે છે. ક્રાઉન વિંગમાં અત્યાધુનિક ઇન્ટ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ સાથે 20 રૂમનો સમાવેશ થાય છે. આ વિંગમાં સ્ટાન્ડર્ડ, ડીલક્ષ અને સ્યુટ રૂમનો સમાવેશ થાય છે. 

એપોલો હોસ્પિટલના સીઓઓ નીરજ લાલાના જણાવ્યા અનુસાર, દર્દીની સલામતી અને કાળજી એપોલો હોસ્પિટલ માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આ મુદ્રાલેખને અનુરૂપ દર્દીની સુધારેલી સંભાળ સુનિશ્ચિત કરવા માટે સ્માર્ટ રૂમથી સજ્જ ક્રાઉન વિંગ શરૂ કરવા બદલ અમને અત્યંત આનંદ થાય છે. આ સુવિધા દર્દીની સંભાળમાં ચોક્કસપણે નવા બેન્ચમાર્ક સેટ કરશે. 

Apollo Hospital, Ahmedabad

Post a Comment

0 Comments

Ad Code