Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 23-09-2022 (11th Week Answers)

                            

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 22-09-2022 (11th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 23 September Questions 01 to 25

College Level (Answers)

1. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ? દર મંગળવારે 

2. કોના મત મુજબ મધમાખી ઉછેર માત્ર મધમાંથી જ આવક મેળવતું નથી, પરંતુ મધમાખીનું મીણ પણ આવકનો ખૂબ મોટો સ્રોત છે ? નરેન્દ્રભાઇ મોદી 

3. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ મ્યુઝિયમ (NASM) ક્યાં આવેલું છે? નવી દિલ્હી 

4. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ડેરી સહકાર યોજના કેન્દ્ર સરકારની કઈ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે ? નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલોપમેન્ટ 

5. ગુજરાતમાં 2021-22 સુધીમાં પશુઓ માટે કેટલી ડિસ્પેન્સરી(PPP મોડમાં) શરૂ કરાઈ છે ? 460

6. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ? ગુજરાત 

7. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP )અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ? મિથેન 

8. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ કૃષ્ણ સર્કિટ હેઠળ ગુજરાતના કયાં સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે ? દ્વારકા 

9. મેડમ ભીખાજી કામાએ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય ધ્વજ ક્યાં લહેરાવ્યો હતો ? જર્મની 

10. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળ 

11. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ? વારાણસી હિંદુ યુનિવર્સિટી 

12. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ? મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા 

13. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ "પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ" મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી? BCK-78

14. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એમિનન્સ (IOEs) યોજના હેઠળ પસંદ કરાયેલ સરકારી સંસ્થાઓને કેટલું વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે ? 1000 કરોડ 

15. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે ? સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ 

16. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ? 2021

17. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ? લો વોલ્ટેજથી હાઈ વોલ્ટેજ 

18. ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જાક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે ? 30 %

19. કયા વર્ષે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'નો શુભારંભ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ? 2016

20. ગુજરાતના નાણાં વિભાગનું એક મિશન નીચેનામાંથી કયું છે ? રાજ્યની નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલીમાં સતત સુધારો કરવો 

21. શ્રી કનુભાઈ દેસાઈ 2022માં કેટલા મંત્રાલયો સંભાળે છે ?

22. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ? 18 થી 70 

23. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ? It-BT

24. પ્રોપર્ટી કાર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કયા વિભાગની છે? મહેસૂલ વિભાગ 

25. GSCSCLનું પૂરું નામ શું છે ? ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન લિમિટેડ 

Gujarat Gyan Guru Quiz 23 September Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તારમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ? 7500 

27. કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (PMGKAY) હેઠળ મે-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધી દર માસે NFSA યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ કુલ કેટલાં કિલોગ્રામ અનાજના વધારાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ? 5 કિલોગ્રામ 

28. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ? કૂવાની ફરતે પેરાપીટ વોલ બનાવવાની યોજના 

29. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ? અનુસૂચિત જાતિના 

30. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયું છે ? નીલગિરિ, તમિલનાડુ 

31. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ? 23.26 %

32. નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે? સરકલા 

33. ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ? પંજાબ 

34. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ? ડિજિટલ સેવા સેતુ યોજના 

35. 'વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 એપ્રિલ 

36. 'વિશ્વ વનીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 21 માર્ચ 

37. સમગ્ર વિશ્વમાં 'વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 7 સપ્ટેમ્બર 

38. કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતમાં વિશ્વનું સૌથી મોટું 'સોલાર ટ્રી' વિકસાવ્યું છે ? CSIR 

39. નીચેનામાંથી કઈ એક સ્ટેન્ડ અલોન નેવિગેશન સિસ્ટમ છે? NAVSAT

40. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ? સિન્ધુઘોષ વર્ગ 

41. કયો આફ્રિકન રાષ્ટ્ર ચોકલેટ માટે પ્રખ્યાત છે? ઘાના 

42. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ? કિડની 

43. આપણી ગેલેકસીનું નામ શું છે ? આકાશગંગા 

44. વિશ્વ યોગ દિવસે બોલવામાં આવતો 'संगच्छध्वम् ' મંત્ર કયા ગ્રંથમાં થી લેવામાં આવેલો છે ? ઋગ્વેદ

45. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ? ઈ-રિક્ષા 

46. 'JSY (જનની સુરક્ષા યોજના)'નો હેતુ શો છે ? સંસ્થાકીય પ્રસુતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો 

47. કઈ સરકારી યોજના હેઠળ બાળરોગ ચિકિત્સક યોગ્ય નવજાત શિશુઓને જન્મસ્થળે તપાસે છે અને જન્મ સમયે રસીકરણ અને પોષણની સલાહ સહિત નવજાત શિશુઓની પ્રારંભિક સંભાળ પૂરી પાડે છે ? બાળ સખા યોજના 

48. ભારત સરકારની કઈ યોજના હેઠળ સરકારી સુવિધાઓમાં ખાનગી ડોકટરોની ભાગીદારી સાથે ગર્ભવતી મહિલાઓ માટે દર મહિનાની 9 તારીખે મફત પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવે છે ? પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન 

49. 'મુસ્કાન યોજના' કયા વય જૂથના બાળકો માટે છે ? 0 થી 12 વર્ષ 

50. 'પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના'માં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે ? 5000 રૂપિયા 

Gujarat Gyan Guru Quiz 23 September Questions 51 to 75

College Level (Answers)

51. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ? 143મી 

52. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 21 જાન્યુઆરી 2015

53. ગુજરાતના કયા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ? પાટણ 

54. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં 'SHE'નું પૂરું નામ શું છે ? સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ 

55. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે 'ગ્રામ્ય મહિલા સુરક્ષા સમિતિ'માં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ? 11

56. મહિલાઓની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા 'સેફ સિટી પ્રોજેક્ટ'ના અમલીકરણ માટે કેટલાં શહેરોને કેન્દ્રીય સહાય મળી છે ? 08

57. દર વર્ષે કયા દિવસને 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ? 7 ડિસેમ્બર 

58. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ? અગરબત્તી કારીગરો, SHGs માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ વિકસાવવા 

59. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે? કાચો માલ ખરીદવા માટે 

60. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ? કાપડ 

61. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ? ઈન્ટરનેટ વેબસાઈટ અને મોબાઈલ ઉપકરણો પર પ્રચાર અભિયાન 

62. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ? વ્યવસાય સંશોધન અને નીતિની હિમાયત કરવી 

63. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે ? આકાશવાણી 

64. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ? ખેડુત પ્રમાણપત્ર 

65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 18 વર્ષ 

66. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ? 2 લાખ 

67. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?

68. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ મેડિકલ, એન્જિનિયરિંગ, એમ.બી.એ, એમ.સી.એ. અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ? રૂ. 3000/-

69. ગુજરાત સરકારની 'શ્રમ નિકેતન યોજના'ના MOU રાજય સરકાર વતી ક્યા વિભાગના કમિશ્નરશ્રીએ કર્યા હતા ? વેલ્ફર વિભાગ 

70. કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ? ભારતીય કૃષિ અધિનિયમ 2020

71. મંત્રીઓમાં પોર્ટફોલિયોની ફાળવણી કોણ કરે છે ? પ્રધાનમંત્રી 

72. કઈ સંસ્થાઓ જાહેર વસ્તુઓના ઉપયોગની દેખરેખ કરવાનું અને વાણિજ્યના નિયમનનું કાર્ય કરે છે? નિયમનકારી સંસ્થાઓ 

73. કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ? રાષ્ટ્રપતિ 

74. પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ? 132 

75. ગુજરાતી ગઝલના 'ગાલિબ' તરીકે કોણ જાણીતા છે? મરીઝ 

Gujarat Gyan Guru Quiz 23 September Questions 76 to 100

College Level (Answers)

76. ગુજરાતી સાહિત્યમાં 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શું છે ? વ્યાકરણગ્રંથ 

77. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજના શું છે ? ગ્રામજનોને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવું 

78. નર્મદા યોજના ગુજરાતના કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ? 210

79. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ? સિંચાઇ 

80. ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 'સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ' હેઠળ આવરી લેવામાં આવ્યા છે ? સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત

81. CCA માપદંડ કે જેના આધારે ભારતમાં લઘુ સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનું પૂરું નામ શું છે ? કલ્ચરેબલ કમાન્ડ એરિયા 

82. ગ્રામ પંચાયતના સરપંચને કોણ ચૂંટશે ? ગામના લાયકાત ધરાવતા મતદારો 

83. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે? 14,017 

84. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ, બાંધવામાં આવેલ આવાસ એકમ કોના નામે હોવું જોઈએ ? ઘરના સ્ત્રી સભ્ય 

85. ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને 'વાઇડ એરીયા નેટવર્ક' દ્વારા જોડવામાં આવી છે ? 248 

86. કઈ યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતના ગ્રામીણ વિસ્તારનાં ઘરોમાં નળજોડાણો દ્વારા પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે ? જલજીવન મિશન 

87. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? ગણેશ માવલંકર 

88. ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ? 238

89. કલમ 80 કયા વિષય સાથે સંબંધિત છે? રાજ્યસભાની રચના 

90. સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે ? કલમ 368 

91. GSRTC બસોના મોનિટરિંગ માટે જીપીએસ/પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ દાખલ કરનાર દેશમાં પ્રથમ સંસ્થા કઈ છે ? ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ 

92. GSRTCમાં ઓનલાઇન મોબાઇલ બુકિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે ? 5 રૂપિયા 

93. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ? FASTag 

94. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની કઈ શાખા બંદરો, શિપિંગ, શિપિંગ બિલ્ડિંગ,શિપ રિપેરિંગ અને ઇનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ પરના સમય શ્રેણીના ડેટા એકત્ર,સંકલિત અને પ્રસારિત કરે છે ? ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ (TRW)

95. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે? 320 

96. ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ? કેનેડા 

97. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે? ખેતી-વાડી સેવાઓ

98. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ? જમીન-રેકોર્ડ સંચાલન પદ્ધતિ 

99. FASTag માટે ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે ? 100 રૂપિયા 

100. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ? આર્થિક રીતે નબળા વિભાગ (EWS)

banner

Gujarat Gyan Guru Quiz 23 September Questions 101 to 127

College Level (Answers)

101. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ? 1380 કિમી 

102. ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? પીએમ-ડીવાઇન 

103. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ? 2019 

104. ભારતમાં 'સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે? હરિયાણા 

105. કયા શહેરે AI-આધારિત ‘ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટે બુદ્ધિશાળી ઉકેલો’ (iRASTE)નામક પ્રોજેક્ટ શરૂ કર્યો ? નાગપુર 

106. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ? જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ 

107. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે? પરિવહન પ્રણાલીમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે 

108. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ? દીનદયાળ વિકલાંગ પુનર્વસન યોજના 

09. શિશુ ગૃહો કયા વય જૂથના બાળકો માટે છે ? 0 થી 5 વર્ષ 

110. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે ? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય 

111. UGCએ 2019માં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે ? સ્ટ્રાઈડ યોજના 

112. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ? 54,500 રૂપિયા 

113. 'વિદ્યાસાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ? 1,20,000 રૂપિયા 

114. સ્કીલ ઇન્ડિયા મિશનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ કઈ છે? www.msde.gov.in 

115. 'એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના'થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ? 174 

116. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ? ફિમેલ હેલ્થ વર્કર 

117. જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો આવે છે ? આવકનો પુરાવો 

118. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ? બેટી બચાવો બેટી પઢાવો 

119. 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કયા છે ? ગ્રામ સભાનો ઠરાવ 

120. ઓનલાઇન પોર્ટલ દ્વારા મે- 2022માં કેટલા આંગણવાડી મહિલા કામદારોની નિમણૂંક કરવામાં આવી છે ? 7000

121. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ? 15 જૂલાઇ 2015

122. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ? 400 રૂપિયા 

123. વિધવા સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા શહેરી વિસ્તારના વિધવા બહેનોના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે? 2,00,000 

124. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ? 570

125. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ? પરિક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. શિષ્યવૃતિ યોજના 

126. આપણા દેશને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવાના પ્રયાસરૂપે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી કયાં ક્ષેત્રને આત્મનિર્ભર કરવું સૌથી મહત્વપૂર્ણ કહી રહ્યા છે ? ઉદ્યોગ ક્ષેત્ર 

127. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી દેશનું સૌપ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ દેશને સમર્પિત કરી રહ્યા છે, તો એ યુદ્ધ જહાજ કયું છે ? વિક્રાંત 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 23 September Questions 01 to 25

School Level (Answers)

1. બગીચાની ખેતી અને વ્યવસ્થાપનની કળા કે પ્રથાને શું કહે છે ? હોર્ટિકલ્ચર 

2. પૂર્વનિર્ધારિત કિંમતે ચોક્કસ ગુણવત્તા, જથ્થા અને વિવિધ પ્રકારની કોમોડિટીની ખેતી અને વેચાણ માટે ખેડૂત અને ખરીદનાર વચ્ચે લેખિત કરાર શું છે? ટ્રેડિશનલ ફાર્મિંગ

3. ખેતી પછી, ગ્રામીણ ગુજરાતમાં બીજો સૌથી વધુ વ્યાપક વ્યવસાય કયો છે? પશુપાલન

4. વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતો દેશ કયો છે ? ભારત 

5. ખેતરોમાં પાણી અને વીજળીની તંગી સામે લડવા માટે ખેડૂતો માટે કઈ યોજના છે ? સૂર્યશક્તિ કિસાન યોજના

6. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ દિવસ -2019ની થીમને અનુલક્ષીને કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? સેલ્ફી વિથ સેપલિંગ 

7. ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના ઘટતા જતા વનવિસ્તાર અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે બનાવવામાં આવી છે ? રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન યોજના

8. જમીન સુરક્ષા માટે દેશી ગાય આધારિત ખેતી માટે સરકારે જાહેર કરેલી યોજનાનું નામ શું છે ? પ્રાકૃતિક ખેતી યોજના

9. રોગન કળામાં શેનો ઉપયોગ થાય છે ? દિવેલ

10. સરદાર વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ? બારડોલી સત્યાગ્રહ 

11. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી

12. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર)ની સ્થાપના ક્યારે થઈ ? 2008 

13. આધાર નંબર કેટલા આંકડાનો હોય છે ? 12

14. શાળાશિક્ષણ અંગેનું તમામ ધોરણો માટેનું ઇ-લર્નિંગ શેના પર ઉપલબ્ધ છે ? G-shala 

15. ગુજરાતની સૌથી ઊંચી હોસ્પિટલ કઈ છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ

16. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ' માટે અરજી કરવા કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ? www.digitalgujarat.gov.in 

17. નવા શિખનારા માટે બનાવેલ પ્રારંભિક કમ્પ્યુટર કોર્સ CCC નું પૂરું નામ શું છે ? કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટસ 

18. ગુજરાત સરકાર દ્વારા કઈ 'વંદે ગુજરાત ચેનલ' ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટેના કાર્યક્રમોના પ્રસારણ માટે સમર્પિત છે ? વંદે ગુજરાત 12 

19. ગુજરાત સરકાર દ્વારા 'વંદે ગુજરાત' અંતર્ગતની ચેનલો કયા ઉપગ્રહના ઉપયોગથી પ્રસારિત થાય છે? GSAT-15 

20. કઈ કંપનીએ અમદાવાદમાં પાઇપલાઇનથી ગેસ આપવાની શરૂઆત કરી છે ? અદાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી

21. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન ક્યારે શરૂ થયું ? 15 ઑગસ્ટ 2021 

22. GSTNનું પૂરું નામ શું છે ? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક 

23. PANનું પૂરું નામ શું છે ? પરમેનન્ટ એકાઉન્ટ નંબર 

24. 'પીએનજી/એલપીજી સહાય યોજના' હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ કનેક્શન કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ? 1600 રૂપિયા 

25. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત 200 રોપા કેટલા પૈસા લેખે મળે છે ? 10 પૈસા 

Gujarat Gyan Guru Quiz 23 September Questions 26 to 50

School Level (Answers)

26. શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ? શ્રી મહાવીર સ્વામી 

27. ગુજરાતમાં આવેલ પોરબંદર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1988 

28. સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવેન્સિસ બાય એપ્લિકેશન ઑફ ટેક્નોલોજી લાગુ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ? ગુજરાત 

29. ગુજરાતના લોકો માટે બહુવિધ વિકાસ અને જીવનની સરળતા વધારવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? ગુજરાત ગૌરવ અભિયાન

30. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ? રાષ્ટ્રીય એકતા દિવસ

31. 'પાઈ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 14 માર્ચ 

32. 'નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ' ક્યારે હોય છે ? 18 જૂલાઇ 

33. 'વિશ્વ દૂરસંચાર દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 17 મે 

34. કઈ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરોમાં જળસંચયના બાંધકામ માટે 80% સબસિડી આપવામાં આવે છે ? સરદાર પટેલ સહભાગી જળ સંરક્ષણ યોજના 

35. રામાયણમાં સૌથી વધારે બલિદાન આપનાર લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ? ઉર્મિલા

36. સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં છે ? ગુજરાત

37. ઈશા ઉપનિષદ (ईशोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે?  યજુર્વેદ 

38. 'પાંચ પાંડવ રથમંદિર' ભારતમાં ક્યાં આવેલું છે ? તમિલનાડુ 

39. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ? કેનેડા 

40. 'ચાઈનામેન' શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ? ક્રિકેટ 

41. કબડ્ડીની ટીમમાં ____ ખેલાડીઓ હોય છે? 07

42. 16 વર્ષની ઉંમરે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કોણે કરી ? સચિન તેંડુલકર

43. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે? ફિટનેસ કા ડોજ  આધા ઘંટા રોજ 

44. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે? એલેક જેફ્રીસ 

45. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ? 35 વર્ષ 

46. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણની કઈ કલમમાં આવે છે ? કલમ 8

47. ડૉ. ઝાકિર હુસૈનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1963 

48. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ? છિછોરે 

49. વર્ષ 2014 માટે 62માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ? શશી કપૂર 

50. 'સુપોષણ સંવાદ' આંગણવાડી કક્ષાએ શા માટે ઉજવવામાં આવે છે ? તે શિશુ અને નાના બાળકને ખોરાક આપવાની પ્રથાને વધારે છે.

Gujarat Gyan Guru Quiz 23 September Questions 51 to 75

School Level (Answers)

51. કયા વિટામિનને રોગપ્રતિરોધક વિટામિન કહેવાય છે ? વિટામિન સી

52. હડકવા શું છે ? ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળમાંથી લોકોમાં જીવલેણ વાયરસ ફેલાય છે

53. ખાદ્ય સુરક્ષાના નિયમન અને નિરીક્ષણ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને તેને પ્રોત્સાહન આપવા માટે કોણ જવાબદાર છે? FSSAI 

54. નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ)ની શરૂઆત કોણે કરી હતી ? પ્રધાનમંત્રી

55. કયા મહિનાને સ્તન કેન્સર જાગૃતિના મહિના તરીકે જાહેર કરવામાં આવ્યો છે? ઓક્ટોબર

56. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતના કયા સ્થળને સ્થાન મળ્યું છે ? ધોળાવીરા

57. ગુજરાતમાં જનતા અને રાજ્યના યોગદાન દ્વારા ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વતનપ્રેમ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી ? ઓગસ્ટ 2021

58. વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ

59. દેવપ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી નદી મળે છે તે પછી કયા નામે ઓળખાય છે ? ગંગા

60. CBDSનું પૂરું નામ શું છે ? ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સ્કીમ

61. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી? શેપિંગ અ ન્યુ ઇન્ડિયા

62. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું ? નરોત્તમ મોરારજી

63. ભારતના કયા રાજ્યમાં ખેતરી તાંબાની ખાણો આવેલી છે? રાજસ્થાન

64. ભારત છોડો ચળવળ શેના વિરોધમાં શરૂ કરવામાં આવી હતી ? ક્રિપ્સ મિશન

65. ખાદી એટલે શું ? હાથે કાંતેલું અને વણેલું કાપડ

66. સંપૂર્ણ શરીર ચેકઅપ સ્કીમ માટે શ્રમયોગીની યાદી સોફ્ટ કોપીમાં મોકલવા માટે કોમ્યુનિકેશનની કઈ ચેનલનો ઉપયોગ થાય છે ? Email

67. ભારત સરકાર દ્વારા ઇ-શ્રમ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 26 ઓગસ્ટ 2021

68. ભારત દેશમાં પિરિયોડિક લેબર ફોર્સના સર્વે મુજબ કયું રાજ્ય સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે ? ગુજરાત

69. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન(JSS)ની માહિતી કઈ વેબસાઈટ આપે છે ? jss.gov.in 

70. ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ? ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

71. ભારત સરકાર દ્વારા 'વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના' કયા વર્ગને પોતાના દાયરામાં આવરી લે છે ? અસંગઠિત કામદાર વર્ગ

72. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત - જાહેર શૌચાલય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ? રૂપિયા 4 લાખની મર્યાદામાં

73. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે? 65 વર્ષ 

74. નીચેનામાંથી ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ 

75. રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ શું છે ? સ્વૈરવિહારી

Gujarat Gyan Guru Quiz 23 September Questions 76 to 100

School Level (Answers)

76. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા ? બાલાશંકર કંથારીયા

77. નાળિયેરી પૂનમને અન્ય કયા તહેવાર રૂપે ઉજવવામાં આવે છે ? રક્ષાબંધન

78. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન થાય છે? કર્ણાટક

79. ભારતનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ? ઝારખંડ

80. નેપાળ-સિક્કિમ સરહદેથી નીકળતી અને બાંગ્લાદેશમાં ગંગાને જોડતી નદીનું નામ શું છે ? મહાનંદા

81. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને સિંચાઈનો લાભ મળશે? 11

82. 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી પુરવઠા અને સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? સૌની યોજના 

83. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે ? 08

84. સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે? ગ્રામીણ વિકાસ મંત્રાલય

85. કઈ યોજનામાં સામુદાયિક ખેતીની સંપત્તિમાં રોકાણ માટે મધ્યમ-લાંબા ગાળાની નાણાકીય ધિરાણ આપવાની સુવિધા છે? કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ

86. i-ખેડૂત પોર્ટલ કયા વિભાગ દ્વારા કાર્યરત છે? કૃષિ અને સહકાર વિભાગ

87. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ? શ્રી નરેન્દ્રભાઈ મોદી

88. ગ્રામ પંચાયતોમાં તમામ ડિજિટલ સેવાઓ પહોંચાડવાનું કાર્ય કોના દ્વારા થાય છે ? કોમન સર્વિસ સેન્ટર

89. સંસદનું કયું ગૃહ 'લોકોના ગૃહ' તરીકે ઓળખાય છે ? લોકસભા

90. ભારતના એટોમિક એનર્જી કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1948

91. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને સામાજિક રીતે પછાત વર્ગોની સ્થિતિ તપાસવા માટે કમિશનની સ્થાપના કરવાની સત્તા છે? અનુચ્છેદ 340 

92. ભારતનું સૌથી મોટું ખાનગી બંદર કયું છે? મુંદ્રા 

93. કૈલાસનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલુ છે? તમિલનાડુ 

94. કયું રેલવે સ્ટેશન ભારતનું સૌથી જૂનું કાર્યરત રેલવે સ્ટેશન છે જે 1856થી કાર્યરત છે ? રોયાપુરમ રેલવે સ્ટેશન

95. આમાંથી કયું ગુજરાતનું બંદર શહેર છે ? વેરાવળ

96. નીચેનામાંથી કયો કાર્યક્રમ ઇ-ગ્રામ દ્વારા ઓનલાઈન સરકારી સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે? ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ

97. ઇ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસુલી કેસોની વિગતો ઓનલાઈન મુકવામાં આવી છે ? 12,34,426

98. અમદાવાદમાં જળચર ગૅલેરી ક્યાં આવેલી છે ? સાયન્સ સીટી

99. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ કેટલી ટીમો માટે સંબંધિત સુવિધાઓ સાથેના ડ્રેસિંગ રૂમ ઉપલબ્ધ છે ? 04

100. NAMO ટેબ્લેટ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? 2017

Gujarat Gyan Guru Quiz 23 September Questions 101 to 127

School Level (Answers)

101. પીળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ? તેલીબીયા

102. માનવ હૃદય ક્યાં સ્થિત છે ? થોરાસીક પોલાણમાં ફેફસાની વચ્ચે

103. સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી? 22 જાન્યુઆરી 2015

104. સૌપ્રથમ ભારતમાં સમાચાર પત્ર શરૂ કરનાર કોણ હતા? જેમ્સ હિક્કી 

105. ભારત સરકાર દ્વારા સંચાલિત કયો કાર્યક્રમ મહિલા પ્રસૂતિને લગતા લાભ આપવા માટે છે ? પ્રધાનમંત્રી માતૃવંદના યોજના

106. સૌપ્રથમ ભારતીય વાયુસેનાના વડા કોણ હતા ? એર માર્શલ એસ. મુખર્જી

107. વર્ષ 2022ની IPL ક્રિકેટ સિરીઝની વિજેતા ટીમ કઈ છે ? ગુજરાત ટાઇટન્સ

108. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ? અમદાવાદ

109. નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મ ન હોઈ શકે ? રચના

110. કેટલા વર્ષ ની ઉંમરે સર આઇઝેકન્યુટને યુનીવર્સલ - સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના કાયદાની શોધ કરેલી ? 23

111. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ભારતના કયા સ્થળે આવેલી છે ? હૈદરાબાદ

112. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગુજરાતમાં કઈ નદીના કિનારે સ્થિત છે? નર્મદા

113. ધ ઈનક્રેડિબલ ઈન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટર સર્ટિફિકેટ એક અનોખું ID હશે જેની સાથે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કયું બેજ જારી કરવામાં આવશે? અતુલ્ય ભારત બેજ 1 અને બેજ 2

114. EMRSનું પૂરૂં નામ જણાવો. એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ

115. ભારતમાં દર વર્ષે કયા દિવસને 'મહાપરિનિર્વાણ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ? 6 ડિસેમ્બર

116. 'કન્યા કેળવણી રથયાત્રા યોજના' અંતર્ગત શાળા પ્રવેશ સમયે શું ભેટ આપવામાં આવે છે ? સ્કૂલ કીટ

117. 'દીકરી યોજના'નો મુખ્ય ઉદ્દેશ શો છે ? દીકરી જન્મને પ્રોત્સાહન આપવા

118. પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે ? શીતલ શાહ

119. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બાળ સુરક્ષા સેવાઓ' અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સરકાર દ્વારા કેટલા પોર્ટલ પ્રદાન કરવામાં આવે છે? 04

120. 'મહિલા અને બાળ વિકાસ મંત્રાલય' દ્વારા 'મિશન શક્તિ યોજના' હેઠળ BBBPનું પૂરું નામ શું છે ? બેટી બચાવો બેટી પઢાવો

121. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની માહિતી કઈ વેબસાઈટ પર છે? www.mhrd.gov.in/RUSA 

122. ગ્રામ વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે? જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયત 

123. પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને ‘‘રાજ્ય પર્વતારોહણ પારિતોષિક’’ (State Mountaineering Award) યોજના અન્વયે પ્રતિ વર્ષે કેટલાં રૂપિયાનું રોકડ પારિતોષિક આપવામાં આવે છે ? 25,000 રૂપિયા 

124. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ? ગુજરાત રોજગાર સેતુ યોજના 

125. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરો પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 6000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત ચઢેલા હોવા જોઇએ ? 02

126. પ્રસ્તુત વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આત્મવિશ્વાસ સાથે ભારતની કેવા પ્રકારની વિદેશ નીતિની વાત કરી રહ્યા છે ? 

127. ઉપરોક્ત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી ભારત દ્વારા એક યુધગ્રસ્ત દેશમાંથી અન્ય દેશોના વ્યક્તિઓને બહાર નીકળ્યા હતા એની વાત કરી રહ્યા છે, તો એ યુદ્ધગ્રસ્ત દેશ કયો હતો ? Yemen 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code