Ad Code

Ticker

6/recent/ticker-posts

મન કી બાત : 93માં એપિસોડમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહેલાં અગત્યના 6 મુદ્દાઓ

93rd Episode of Mann Ki Baat

1️⃣ ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામે રાખવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, ભગતસિંહજીની જન્મજયંતિ પહેલાં તેમને શ્રદ્ધાંજલિ તરીકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તે નક્કી કરવામાં આવ્યું છે કે, ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહના નામ પર રાખવામાં આવશે. આની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હું આ નિર્ણય માટે ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને દેશના તમામ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

2️⃣ પીએમએ દીનદયાલ ઉપાધ્યાયને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી

નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, આજે 25 સપ્ટેમ્બરે દેશની મજબૂત માનવતાવાદી, ચિંતક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમના વિચારોની સુંદરતા એ છે કે, તેમણે જીવનમાં દુનિયાની મોટી ઊથલપાથલ જોઇ. તે વિચારધારાઓના સંઘર્ષોના સાક્ષી બન્યા હતા.

3️⃣ આત્મનિર્ભર ભારત માટે 'વોકલ ફોર લોકલ' નો સંકલ્પ 

પીએમએ કહ્યું કે, આઝાદીના અમૃત પર્વ દરમિયાન આપણે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પણ લઈ રહ્યા છીએ, જે સાચા અર્થમાં આઝાદીના લડવૈયા માટે સાચી શ્રદ્ધાંજલિ હશે. ખાદી, હેન્ડલૂમ, હેન્ડીક્રાફટ ઉત્પાદનો ખરીદવામાં તમામ રેકોર્ડ તોડવા માટે તમને વિનંતિ કરવામાં આવે છે. આવનારી 2 ઓક્ટોબરે બાપુની જન્મજયંતિના પ્રસંગે આ અભિયાનને વેગવંતુ કરવાનો સંકલ્પ લેવાનો છે. 

4️⃣ વર્ષ 2023માં 'ઇન્ટરનેશનલ મિલેટ યર'ની ઉજવણી

પીએમએ કહ્યું કે, મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને એક ઇ-બુક તૈયાર કરવી જોઇએ, જેમાં લોકો મિલેટ(બાજરી)માંથી બનેલી વાનગીઓ અને પોતના અનુભવો શેર કરી શકે. આ 'ઇન્ટરનેશનલ મિલેટ યર' પહેલાં આપણી પાસે જાહેર ઇનસાઈક્લોપીડિયા પણ તૈયાર થશે, જે MYGOV પર પણ પ્રકાશિત કરી શકાય છે. આવતા વર્ષે 2023માં 'ઇન્ટરનેશનલ મિલેટ યર' ઉજવવાની વાત કરી હતી. 

banner

5️⃣ ગુજરાતમાં આયોજિત 36મી નેશનલ ગેમ્સ

મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, તે એક ખાસ તક છે. કારણ કે ઘણાં વર્ષો બાદ આ આયોજન થઈ રહ્યું છે. કોરોનાની મહામારીના કારણે તેને રદ્દ કરવું પડ્યું હતું. તેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભકામના પાઠવું છું. તેમણે કહ્યું હતું કે ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે હું તેમની વચ્ચે રહીશ. 

6️⃣ ફિઝિકલ અને મેન્ટલ વેલનેસ માટે યોગ જરૂરી 

પીએમએ કહ્યું કે, દુનિયા તે વાતનો સ્વીકાર કરી ચુકી છે કે ફિઝિકલ અને મેન્ટલ વેલનેસ માટે યોગ જરૂરી છે. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સંબંધિત મુશ્કેલીઓમાં યોગથી ખૂબ જ મદદ મળે છે. યોગની એવી શક્તિને જોતા 21 જૂનને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યુ હતું. 

Post a Comment

0 Comments

Ad Code