Home Current Affairs 27 સપ્ટેમ્બર 2022 : આજના ખૂબ અગત્યના કરંટ અફેર્સના મુદ્દાઓ | #01
27 સપ્ટેમ્બર 2022 : આજના ખૂબ અગત્યના કરંટ અફેર્સના મુદ્દાઓ | #01
આ સાથે તેમણે વાર્તાકાર કાનજી બારોટ રંગમંચ, રાજવી જામ રણજીતસિંહ સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કમ્બાઇન્ડ સાયન્સ લેબનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સ્કોલરશીપ અને વિવિધ શોધ અને SSIP જેવા પ્રકલ્પો, શિષ્યવૃતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે. 'ભારત વિદ્યા' એ ઓરિએન્ટલ અને સાઉથ એશિયન અભ્યાસ માટેનું ઇ-લર્નિંગ પ્લેટફોર્મ છે. આ ઇ-લર્નિંગ પ્લેટફોર્મ ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઇન્સ્ટિટયૂટ પૂણે, મહારાષ્ટ્રમાં આવેલું છે. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ફિરોઝ અહમદ ખાને પ્રથમ મેગા કિસાન મેળાનું ઉદ્દઘાટન કર્યું હતું. મેળામાં કૃષિ અને સંલગ્ન વિભાગના તજજ્ઞોએ ખેડુતોને અધ્યતન ટેકનોલોજી અને ઊંચી ઉપજ આપતી જાતોના ઉપયોગ, સજીવ ખેતી અને ખાતરના ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા. કોલકાતા સ્થિત આ બેંક ભારતીય રૂપિયામાં બિઝનેસ સેટલમેન્ટ માટે રશિયાની ગેઝપ્રોમ બેંક સાથે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલશે. જુલાઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય બેંકોને ભારતીય ચલણમાં વેપાર કરવાની મંજૂરી આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
Amazon એ રાજસ્થાનમાં ત્રણ નવા સોલાર ફાર્મ સાથે ભારતમાં તેના પ્રથમ સોલાર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જેની સંયુક્ત ઊર્જા ક્ષમતા 420 મેગાવોટ છે. Amazon નું લક્ષ્ય 2025 સુધી પોતાના વ્યાપારમાં 100 ટકા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાનો છે. આ પાવર પ્લાન્ટ ત્રણ કંપનીઓ, રિન્યુ પાવર 210 મેગાવોટ, AMP એનર્જી ઈન્ડિયા 100 મેગાવોટ અને બ્રુકફિલ્ડ રિન્યુએબલ પાર્ટનર્સ 110 મેગાવોટનો પાવર પ્લાન્ટ વિકસાવશે. Amazon ભારતના 14 શહેરોમાં 23 નવા સોલાર રૂફટોપ પ્રોજેક્ટ પણ સ્થાપશે.
0 Comments