Harappan Civilization | Indus Valley Civilization | Gujarat & Indus Valley Civilization | Harappan Civilization in Gujarat | Indus Valley Civilization in Gujarat | Importance of Indus Valley Civilization |
હડપ્પીય સભ્યતા
- ઇ.સ. 1856માં કરાચી અને લાહોર વચ્ચે રેલવે નાખતી વખતે ખોદકામ દરમિયાન સૌપ્રથમ જનરલ કર્નિગહામે હડપ્પાની શોધ કરી હતી.
- ઇ.સ. 1920માં પુરાતત્ત્વ શાખાના વડા સર જોન માર્શલ હતા, ત્યારે રખાલદાસ બેનરજીના પ્રસ્તાવ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું.
- આ સભ્યતા 12,99,600 ચો.કિમી.માં ત્રિકોણાકારે ફેલાયેલી છે.
- આ સભ્યતાનો પ્રથમ અવશેષ 'ઈંટ' મળી આવેલ છે.
- આ સભ્યતાના નિર્માતાઓ 'દ્રવિડો' ને માનવામાં આવે છે.
- આ સભ્યતાના છેડાના સ્થળો
- સૌથી ઉત્તરનું 》માંડા (જમ્મુકાશ્મીર)
- સૌથી દક્ષિણનું 》દાયમાબાદ (મહારાષ્ટ્ર)
- સૌથી પૂર્વનું 》આલમગીરપુર (ઉત્તરપ્રદેશ)
- સૌથી પશ્ચિમનું 》સુક્તાગેંડોર (બલુચિસ્તાન)
વિશેષતાઓ
નગર આયોજન
- સામાન્ય રીતે બે સ્તરના નગરો મળી આવ્યા છે, જે પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલા હતા.
- નગરના રસ્તા લાંબા, પહોળા અને એકબીજાને કાટખૂણે કાપતાં હતા.
- નગર આયોજનનું મહત્વનું લક્ષણ તેમની ગટરવ્યવસ્થા હતી.
સમાજ વ્યવસ્થા
- આ સભ્યતામાં સમાજ 'માતૃપ્રધાન' હતો.
- સમાજ ચાર વર્ગમાં વિભાજિત હતો.
- વિદ્વાનો
- યોદ્ધાઓ
- વ્યવસાયીઓ
- શ્રમજીવીઓ
ભોજન વ્યવસ્થા
- આ સભ્યતાના લોકો શાકાહારી તેમજ માંસાહારી હતા.
- શાકાહારમાં ઘઉં તથા જવનો ઉપયોગ કરતા હતા.
- માંસાહારમાં માછલીનો ઉપયોગ કરતા હતા.
વસ્ત્ર-આભુષણ
- તે ઊન અને સુતરાઉ કાપડના વસ્ત્ર પહેરતા હતા, જે સિવ્યા વગરના રહેતા હતા.
- સ્ત્રી અને પુરુષો બંને સોનું, ચાંદી, રૂપું, તાંબુ, કાંસુ, હાથીદાંત અને શંખના આભુષણો પહેરતા હતા.
- સ્ત્રીઓ સૂરમો, પાઉડર, કાજળ, લિપસ્ટિક અને સિંદૂરનો ઉપયોગ કરતી હતી.
મનોરંજન
- શિકાર એ મનોરંજનનું મુખ્ય સાધન હતું.
- પાસાંની રમત એ તેમની મુખ્ય રમત હતી.
- તેમના અસ્ત્ર-શસ્ત્ર તાંબુ, કાંસુ અને પથ્થરના બનેલા હતા.
- તેઓ લોખંડથી અજાણ હતા.
અંત્યેષ્ઠિ વિધિ
- અંત્યેષ્ઠિ વિધિ ત્રણ પ્રકારે હતી.
- પૂર્ણ સમાધિ
- આંશિક સમાધિ
- અગ્નિસંસ્કાર
અર્થ વ્યવસ્થા
- આ સભ્યતાનો મુખ્ય વ્યવસાય ખેતી હતો.
- તેઓ મુખ્યત્વે ઘઉં અને જવની ખેતી કરતા હતા.
- તેઓ ખેતી કરવા હળ અને બળદનો ઉપયોગ કરતા હતા.
- કપાસની ખેતીનો શ્રેય સિંધુ સભ્યતાને ફાળે જાય છે.
- તેઓ ગાય, ભેંસ, ઊંટ, હાથી, ઘેંટા, બકરા, બળદ વગેરે પાળતા હતા.
- આ સભ્યતામાં વેપાર સ્થળમાર્ગે અને જળમાર્ગે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતો હતો.
- વેપાર 'વસ્તુ વિનિમય પ્રથા' થી થતો હતો.
- વાહનવ્યવહારમાં બળદગાડી અને એકાગાડીનો ઉપયોગ કરતા હતા.
ધાર્મિક વ્યવસ્થા
- આ સભ્યતાના લોકો માતૃદેવી અને પશુપતિનાથ શિવની પૂજા કરતા હતા.
- તેઓ પીપળના વૃક્ષને પવિત્ર માનતા હતા.
- તેઓ પવિત્ર પશુ તરિકે 'એકશૃંગી બળદ' અને 'ખૂંધવાળો બળદ' ની પૂજા કરતા હતા.
રાજ્ય વ્યવસ્થા
- તોલમાપના સાધનો, ઇંટો તથા નગર આયોજનના આધારે એવું માનવામાં આવે છે કે, આ ક્ષેત્રમાં ખૂબ સારી રાજ્ય વ્યવસ્થા હતી.
- આ સભ્યતાના શાસકો ઉત્તમ / શ્રેષ્ઠ શાસકો હતા.
શિલ્પકળા
- સિંધુ સભ્યતાના ઉત્ખનન દરમિયાન વિવિધ મૂર્તિઓ તથા 2000 જેટલી મહોર મળી આવેલ છે.
- મહોર બનાવવા માટે 'સેલખડી પથ્થર' નો ઉપયોગ થતો હતો.
- તેઓ કાર્મિલિયન, જેસ્પર, સ્ફટિક, ક્વાર્ટઝ, સેલખડી જેવા પથ્થર, સોનું, ચાંદી, તાંબુ, રૂપું, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ મણકાં બનાવવા કરતા હતા.
લિપિ
- ઇ.સ. 1923માં આ સભ્યતાની સંપુર્ણ લિપિ પ્રકાશમાં આવી.
- આ લિપિ 'ચિત્રલિપિ' છે, જે જમણેથી ડાબે સર્પાકારે લખવામાં આવતી હતી. તેમાં લગભગ 400 જેટલા ચિન્હો છે.
- પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી મહાદેવને આ લિપિ વાંચવાનો પ્રયત્ન કર્યો હતો.
ગુજરાતના મહત્વના પુરાતત્ત્વીય સ્થળો
પુરાતત્ત્વીય સ્થળ |
જિલ્લો |
વર્ષ |
શોધક |
રંગપુર |
સુરેન્દ્રનગર |
1931 |
માધોસ્વરૂપ વત્સ |
લોથલ |
અમદાવાદ |
1954 |
એસ. આર. રાવ |
પ્રભાસ-પાટણ |
ગીર સોમનાથ |
1955-56 |
ડેક્કન કોલેજ, બોમ્બે |
આમરા-લાખાબાવળ |
જામનગર |
1955-56 |
એમ. એસ. યુનિવર્સિટી |
દેશલપર |
કચ્છ |
1963-64 |
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા |
સુરકોટડા |
કચ્છ |
1964 |
જે. પી. જોશી |
ધોળાવીરા |
કચ્છ |
1967-68 |
જે. પી. જોશી |
રોજડી (શ્રીનાથગઢ) |
રાજકોટ |
1985 |
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા |
શિકારપુર |
કચ્છ |
1987-88 |
ગુજરાત સ્ટેટ આર્કિયોલોજી |
કુંતાસી |
મોરબી |
1988 |
પી. પી. પંડ્યા |
ગુજરાતના અન્ય પુરાતત્ત્વીય સ્થળો |
માલવણ |
તેલોદ |
હાથબ |
આટકોટ |
ગોરમટીની ખાણ |
લાંઘણજ |
દ્વારકા |
ઓરીયો ટીંબો |
દડ પિઠડિયા |
સકતારી ટીંબો |
મહેગામ |
ભાગા તળાવ |
સેજકપૂર |
પબુમઠ |
દેવની મોરી |
વડનગર |
ગોરજ |
ઘુમલી |
મોટી ધારાઈ |
સહસ્ત્રલિંગ તળાવ |
સૂર્યમંદિર |
વલ્લભી |
દાંતવા |
ઉમટા |
પીઠડ |
0 Comments