Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 26-08-2022 (7th Week Answers)

         

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 25-08-2022 (7th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 26 August Questions 01 to 25

College Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં ખેડૂતને મળતી તાડપત્રી માટેની સહાય કેટલા વર્ષે મળે છે ? 3 વર્ષ

2. વિશ્વના નકશા પર ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે ? 1,96,024 ચોરસ કિલોમીટર (6%)

3. ગુજરાતમાં કયા સ્થળે ડુંગળીનો સૌથી વધુ પાક થાય છે ? ભાવનગર 

4. હાલમાં કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ TET પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા શું છે ? આજીવન 

5. 8મી જાન્યુઆરી 2017ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા 14માં પ્રવાસી ભારતીય દિવસના અવસરે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી, જે NRI અને વિદેશી વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં ભાગ લેવા અને યોગદાન આપવા સક્ષમ બનાવે છે ? VAJRA 

6. આદિજાતિ યુવક- યુવતીને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય અને રોજગારી કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ? વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ

7. શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? વલ્લભ વિદ્યાનગર 

8. 'કુટિર જ્યોતિ યોજના' (ગુજરાત રાજ્ય)નો લાભ મેળવવવા માટે લાભાર્થીએ કેટલી રકમ ચૂકવવાની રહશે ? નિ:શુલ્ક 

9. 'પી.એમ. ગતિશક્તિ કાર્યક્રમ' હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા અંદાજિત કેટલા કિલોમીટરનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક તૈયાર કરેલ છે ? 17 લાખ કિમી 

10. વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ કયા વર્ષે જાહેર કરાયો ? 2022

11. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધોરણ 1 થી 10ના એસ.ટી. વિદ્યાર્થીઓને શેમાં આર્થિક લાભ વધારવામાં આવ્યો છે ? શિષ્યવૃત્તિ 

12. 'અગ્નિપથ' યોજનાની શરૂઆત કોના વરદ હસ્તે કરવામાં આવી છે ? શ્રી રાજનાથ સિંહ 

13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 10.50 લાખ 

14. આયોજન સમિતિના અધ્યક્ષ કોણ છે ? પ્રધાનમંત્રી

15. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ? 2 લિટર 

16. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 24 સપ્ટેમ્બર 1981

17. સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ? સિધ્ધરાજ જયસિંહ 

18. ગિરનારનું પ્રાચીન નામ શું છે ? રૈવતગિરી 

19. ‘તારી આંખનો અફીણી’ - ગીત કોણે લખ્યું ? વેણીભાઈ પુરોહિત 

20. પુંગી એ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત એક નૃત્ય સ્વરૂપ છે ? હિમાચલ પ્રદેશ 

21. 'યન્ન ભારતે તન્ન ભારતે' એ કોના માટે કહેવાયું છે ? મહાભારત 

22. કયા ગુજરાતી સન્નારી 'મધર ઓફ રિવોલ્યૂશન' તરીકે જાણીતા છે ? મેડમ કામા 

23. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં કોને અરજી કરવી પડે છે ? પરિક્ષેત્ર વન અધિકારી 

24. કઈ સંસ્થા દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચાતાનું મૂલ્યાંકન દર બે વર્ષે કરવામાં આવે છે ? ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા 

25. ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે ? સન બર્ડ 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 26 to 50

College Level (Answers)

26. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે ? કેસુડો 

27. કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી કયો છે ? કળણવાળા ખારા પાટ 

28. વિશ્વનો સૌથી મોટો 'હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્ક' ક્યાં આવેલ છે ? કચ્છ 

29. 'સ્મોલ હાઇડલ પ્રોજેક્ટ'માં કયા સ્ત્રોત દ્વારા રિન્યૂએબલ પાવર એનર્જી ઉત્પન્ન થાય છે ? નદી, સ્ટ્રીમ્સ અને કેનાલ નેટવર્ક દ્વારા 

30. પ્લગ નર્સરી યોજનાનો લાભ કઈ જાતિના ખેડૂતોને આપવામાં આવે છે ? આદિવાસી જનજાતિ 

31. વૈશ્વિક ઘન કચરાની સમસ્યાના નિવારણ માટે કયો દિવસ ઉજવવામાં આવે છે ? વર્લ્ડ ક્લિનઅપ દિવસ 

32. સંશોધન ક્ષેત્રે ‘મૈત્રી અને ભારતી’ શું છે ? એન્ટાર્કટિકામાં સંશોધન બેઝ સ્ટેશન 

33. 'ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ'ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠી 

34. ગુજરાત પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ લેનાર ઉપર અંકુશ મેળવવા કઈ ખાસ પ્રકારની ડ્રગ્સ ચકાસણી કીટનો ઉપયોગ થનાર છે ? મલ્ટીડ્રગ્સ મલ્ટીલાઈન ટિવસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડિવાઈસ 

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય કયું હતું ? ઉત્તર પ્રદેશ 

36. 'સબલા યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2011

37. વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ? એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં 

38. નીચેનામાંથી કયો વિભાગ આયુષ મંત્રાલય હેઠળ આયુર્વેદ, સિદ્ધા, યુનાની અને હોમિયોપેથી (એએસયુએન્ડએચ) દવાઓ માટે નિયમનકારી અને ગુણવત્તા નિયંત્રણની જોગવાઈઓનું સંચાલન કરે છે ? ડ્રગ કંટ્રોલ સેલ 

39. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મફત પીસીવી વેક્સિનનો લાભ કોને મળશે ? 1 વર્ષથી નાના બાળકો 

40. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ શો છે ? મોટા સંસ્થાકીય ખરીદારો સાથે વ્યવહાર કરવા MSMEને પ્લેટફોર્મ પુરું પાડવું 

41. હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS) યોજનાનો હેતુ શો છે ? વણકરોને તેમની કમાણી વધારવા માટે લૂમ્સ/એસેસરીઝ પ્રદાન કરવા 

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ? મધ ઉત્પાદનો અને ક્રોસ પોલીનેશનમાં મધમાખી ઉછેરના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવી 

43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ કઈ છે ? રેશમના કીડાના બીજ ઉત્પાદનમાં નેતૃત્વની ભુમિકા 

44. નીચેનામાંથી કયા વિન્ડ ફાર્મ/પાર્કના પ્રકારો છે ? ઓનશોર અને ઓફશોર 

45. 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના'નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 40 વર્ષ 

46. શ્રમયોગીના બાળકોને મિકેનિક, ઇલેક્ટ્રિક, સિવિલ જેવા એન્જિનિયરિંગ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 7500 રૂપિયા 

47. શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા સંસ્થાને શ્રમયોગી માટે યોગ કેન્દ્ર શરૂ કરવા માટે કંપનીને કેટલી યોગમેટ આપવામાં આવે છે ? 50

48. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.A નું પૂરું નામ શું છે ? National Skill Development Agency 

49. જ્યારે સત્રની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારે કોણ ગૃહને મુલતવી રાખેલ જાહેર કરે છે ? અધ્યક્ષ 

50. ભારતીય સંઘીય પ્રણાલીમાં, શેષ સત્તાઓ કોની પાસે રહે છે ? કેન્દ્ર સરકાર 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 51 to 75

College Level (Answers)

51. ધી મરીન એડ્સ ટુ નેવિગેશન બિલ 2021 રાજ્યસભામાં ક્યારે પસાર થયું ? 27 જૂલાઇ 2021

52. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો ? 2003

53. ભારતની ઉત્તર ક્ષેત્રિય પરિષદનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? નવી દિલ્હી 

54. સીએસઆર (CSR) શું છે ? Corporate Social Responsibility 

55. નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ? દારુ 

56. નર્મદા પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની કેટલી વસ્તીને નદીના નાળા સુધી પૂરથી રક્ષણ મળે છે ? 4 લાખ 

57. મુખ્યમંત્રી ગૃહ યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? ગુજરાત હાઉસિંગ બોર્ડ 

58. રાજ્ય સરકારનાં કયા મિશન હેઠળ પાણીની સંપૂર્ણ ગુણવત્તાની દેખરેખ, સંકલન અને પાણીજન્ય રોગોથી બચાવને લાગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ? રાષ્ટ્રીય જલ જીવન મિશન 

59. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે ? તાપી નદી 

60. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનાનો અમલ કોના દ્વારા કરવામાં આવે છે ? પંચાયતી રાજ સંસ્થાઓ 

61. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં મહિલા લાભાર્થીઓને કેટલાં ટકા અગ્રીમતા આપવામાં આવે છે ? 33 ટકા 

62. ગુજરાતમાં આવાસ યોજના માટે પાયાની માળાખાકીય સુવિધા આપવા એક ગામને રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય કઈ સુવિધા અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ? જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ 

63. 2017માં ગુજરાત બૌદ્ધ સર્કિટના વિકાસ માટે સ્વદેશ દર્શન યોજના હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ? 2928 લાખ 

64. તબીબી હસ્તક્ષેપ દ્વારા સ્વાસ્થ્યને જાળવવા, સુધારવા અથવા પુનઃસ્થાપિત કરવાના હેતુસર ગંતવ્ય પ્રદેશમાં ઓછામાં ઓછી એક રાત રોકાતા વિદેશી પ્રવાસીને મુસાફરી અને હોસ્ટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ શું કહેવાય છે ? તબીબી પ્રવાસન 

65. સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ? અમદાવાદ

66. નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સમાં ઇન્ટરશિપ માટે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે ? 10,000 રૂપિયા 

67. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર કેટલો લાંબો હશે ? 1256 કિમી 

68. પીએમ-ડિવાઈન (PM-DevINE) હેઠળ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં "યુવાનો અને મહિલાઓ માટે આજીવિકા પ્રવૃત્તિઓને સક્ષમ કરવા" માટે બજેટ જોગવાઈ 2022-23 તરીકે કેટલી રકમ રાખવામાં આવી છે ? 1500 કરોડ 

69. 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન' ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ? 2010

70. નીચેનામાંથી કયા પોર્ટલ પર પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અરજીઓ મંગાવવામાં આવે છે ? નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 

71. શિશુ ગૃહો કયા વય જૂથના બાળકો માટે છે ? 0 - 5 વર્ષ 

72. iGOT-કર્મયોગી એટલે શું ? ઈંટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ ડિજિટલ પ્લેટફોર્મ 

73. ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટેની SVAMITVA યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ કોણ આપે છે ? રાજ્ય સરકાર 

74. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિઓની દિવ્યાંગ ટકાવારી લધુતમ કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ? 40 %

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે? 4000 રૂપિયા 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 76 to 100

College Level (Answers)

76. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા વર્ષમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકેલ હતો ? 2014 

77. યુવાનોને કૌશલ્ય થકી તાલીમબધ્ધ કરવા માટે સરકારશ્રી દ્વારા કઈ યુનિવર્સિટીની પરિકલ્પના કરવામાં આવી છે ? કૌશલ્ય યુનિવર્સિટી 

78. ભારતમાં એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ? www.apprenticeshipindia.gov.in

79. 'કુંવરબાઇનું મામેરું યોજના' અંતર્ગત કુટુંબની મહત્તમ કેટલી કન્યાને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે ? 02

80. 'દીકરી યોજના' અંતર્ગત જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તેવા દંપતીને કેટલી રકમ સહાય આપવામાં આવે છે ? 5000 રૂપિયા 

81. 'કન્યા કેળવણી રથયાત્રા યોજના'નો લાભ લેવા કયા પુરાવા રજૂ કરવા પડે છે ? ઉંમરનો દાખલો 

82. નૈનિતાલ, અલમોડા, તેહરી ગઢવાલ અને ગઢવાલ જિલ્લાઓથી બનેલો નીચેનામાંથી કયો પ્રદેશ છે ? કુમાઉં 

83. ધીણોધર પર્વત ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે ? કચ્છ 

84. દાર્જિલિંગ ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ 

85. નીચેનામાંથી કયો પ્રદેશ ગળીના ઉત્પાદન માટે જાણીતો હતો ? સરખેજ 

86. કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી છે ? ઉત્તર પ્રદેશ 

87. નીચેનામાંથી કઈ નદી બારમાસી નદી નથી ? નર્મદા 

88. કઈ રમતમાં 'ટી', 'પુટ' અને 'ઈગલ' શબ્દનો ઉપયોગ થાય છે ? ગોલ્ફ 

89. એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ? કપિલ દેવ 

90. નીચેનામાંથી કયા વિટામિનને ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહે છે ? વિટામિન A, D, E, K

91. RSBYનું પૂરું નામ શું છે ? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના 

92. બંધારણના કયા આર્ટિકલમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કરવામાં આવી છે ? 356

93. 'મનુષ્યવેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ' બંધારણના કયા ભાગમાં આવે છે ? 03

94. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે ? કાકા કાલેલકર 

95. સીસાની કાચી ધાતુ કઈ છે ? ગેલેના 

96. હાઇડ્રેટેડ કોપર સલ્ફેટનો રંગ શું છે ? વાદળી 

97. બાયોડિગ્રેડેબલ કચરો એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડસ્ટબિનનો રંગ શું છે ? લીલો 

98. વર્ષ ૨૦૨૧ માટે પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન પ્રાપ્તકર્તાનું નામ શુ છે ? પ્રો. રામદારશ મિશ્રા 

99. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? શ્રી નરીન્દર સિંઘ કપાની 

100. 'રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 2 ડિસેમ્બર 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 101 to 125

College Level (Answers)

101. ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મદિવસ ભારતમાં કયા નામથી ઉજવવામાં આવે છે ? રાષ્ટ્રીય દૂધ દિવસ 

102. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર 'FASTER'નું પૂરું નામ શું છે ? Fast And Secured Transmission of Electronic Records 

103. સાપેક્ષતાનો સિદ્ધાંત (થિયોરી ઓફ રિલેટીવિટી) કોણે આપ્યો ? આલ્બર્ટ આઈન્સ્ટાઈન 

104. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક 'લક્ષ્મી' કયા સર્જકનું છે ? દલપતરામ 

105. ગુજરાતી લેખક ડૉ. આઈ. કે. વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર 

106. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ? વડ 

107. પ્રથમ એલ.સી.એ તેજસ સ્ક્વોડ્રનનું નામ શું છે ? ફલાઈંગ ડેગર્સ 

108. ભારતનો કયો હાઇડલ પ્રોજેક્ટ એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રોજેક્ટ છે ? નાથપા - ઝાકરી હાઇડલ પ્રોજેક્ટ 

109. ગુજરાતી લોકસાહિત્યમાં 'કાગબાપુ' તરીકે પ્રસિદ્ધ કવિનું નામ શું છે ? દુલા ભાયા કાગ 

110. દ્રવિડ સ્થાપત્ય શૈલી ક્યાં વિકાસ પામી હતી ? કૃષ્ણા નદી બેસીન અને કન્યાકુમારી વચ્ચે 

111. 'યોગ'ની રચના કોણે કરી હતી ? મહર્ષિ પતંજલિ 

112. ક્યો તહેવાર 'પ્રકાશના પર્વ' તરીકે પણ ઓળખાય છે ? દિવાળી 

113. નખી તળાવ કયા પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં આવેલું છે ? માઉન્ટ આબુ 

114. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ? 12 

115. ત્રિપુરાનું રાજ્ય ફૂલ કયું છે ? મેસુઆ ફેરીઆ 

116. DNAનો આકાર કેવો હોય છે ? ડબલ હેલિકસ 

117. કોષમાં રહેલા ઘણા ઝેર અને દવાઓને ડિટોક્સિફિકેશન કરવામાં કયો કોષઅંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ 

118. MS -વર્ડમાં Ctrl + B શોર્ટકટ કીનો હેતુ શું છે ? અક્ષરો ઘાંટા કરવા 

119. IP એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું છે ? 32 

120. આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર ક્યારે મળ્યો હતો ? 2018

121. 'અજંતા-ઇલોરા'ની ગુફાઓ કયાં આવેલી છે ? મહારાષ્ટ્ર, ભારત 

122. ગણિતના પિતા તરીકે કોણ ઓળખાય છે ? આર્કિમિડિઝ 

123. ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પ્રથમ મિશન 'ચંદ્રયાન-1' ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ? 22 ઓક્ટોબર 2008 

124. ભારતમાં બે જુદી જુદી નદીના નીરને એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યએ કર્યું ? ગુજરાત

125. ગુજરાતમાં હાલ કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે ? 04 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 26 August Questions 01 to 25

School Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં ગૌશાળા/પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા કેટલી મહત્તમ સહાય મળે છે ? 15 લાખ 

2. ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય કયું છે ? ઉત્તર પ્રદેશ 

3. ‘'મહિલા સામખ્ય’ કાર્યક્રમનો હેતુ શું છે ? મહિલાનો સર્વાંગી વિકાસ 

4. એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજનું આખું નામ શું છે ? લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ 

5. ગુજરાત સરકાર દ્વારા અમલી 'સ્વરોજગારલક્ષી' યોજના માટે કયા રાજ્યનો નાગરિક અરજી કરવા પાત્ર છે ? અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ 

6. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 'શોધશુદ્ધિ' કાર્યક્રમનો હેતુ શું છે ? સાહિત્યચોરી તપાસવા માટે 

7. ગુજરાત રાજ્યમાં લાંબાગાળાની રિન્યૂએબલ પોલિસીના વિકાસ અને ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણમાં કઇ એજન્સીએ અગ્રેસરની ભૂમિકા ભજવી છે ? GEDA 

8. ગુજરાત રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 107996.99 લાખ 

9. ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ? 13 એપ્રિલ 2018

10. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ? વૌઠા 

11. લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું ? શ્યામજી કૃષ્ણ વર્મા 

12. કર્કોટક વંશનું શાસન ક્યાં હતું ? કાશ્મીર 

13. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર કયું છે ? અમદાવાદ

14. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કાવ્ય કોણે રચ્યું છે ? અરદેશર ખબરદાર 

15. ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતા ? કવિ નર્મદ 

16. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે ? કવિ શામળ 

17. વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી છે ? અષ્ટાધ્યાયી 

18. મહાવીર સ્વામીનાં માતાનું નામ શું હતું ? ત્રિશલા 

19. નજરકેદમાંથી છૂટ્યા પછી કયા સ્થળેથી સુભાષચન્દ્ર બોઝે રેડિયો પર પ્રવચન આપ્યું હતું ? બર્લિન 

20. ભારતનું પ્રમાણભૂત કેલેન્ડર કયું છે ? શક સંવત 

21. 'ગોદાન'ના સર્જક કોણ છે ? પ્રેમચંદ 

22. ગુજરાતી સાહિત્યના પ્રાગ્ નરસિંહ યુગમાં વ્યાકરણના પ્રણેતા તરીકે કોણ જાણીતું હતું ? હેમચંદ્રાચાર્ય 

23. બુકાનાનિયા લંઝાન (ચારોળી) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ? શ્રી અભિનંદન સ્વામી 

24. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સસ્તન પ્રાણીઓ ગુજરાતમાં છે ? 25 %

25. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને ઇજા થાય અને 3 દિવસ અથવા વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહે તો તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ? 10,000 રૂપિયા 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 34.53

27. ગુજરાતમાં કરોડો વર્ષ જૂના ડાયનોસોરના અવશેષ કયા સ્થળેથી મળી આવ્યા છે ? બાલાસિનોર 

28. પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન (Seismic zone )માં આવે છે ? ઝોન V 

29. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-8 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ? ગીર તેમજ બૃહદગીરમાં વન્યપ્રાણી સંરક્ષણ યોજના 

30. 'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી ભારતની નાની બચત યોજના કઈ છે ? સુકન્યા સમૃદ્ધિ યોજના 

31. ઇ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શું છે ? PAWAN નેટવર્ક 

32. ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના ઘટતા જતા વનવિસ્તાર અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે બનાવવામાં આવી છે ? રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન યોજના 

33. 'ચંદ્રયાન-2'ના મહિલા પ્રૉજેક્ટ ડિરેકટરનું નામ શું છે ? એમ. વનિતા 

34. જલ શક્તિ અભિયાન હેઠળની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે દરેક જિલ્લા, નગરપાલિકાઓ અથવા GP કચેરીઓમાં કયા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ? રેઇન સેન્ટર 

35. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારતીય પોલીસ સેવા (આઈ.પી.એસ.)ની રચના કરવામાં આવી છે ? 312

36. કયા પ્રદેશને ભારતનું ઠંડુ રણ કહેવામાં આવે છે ? લદ્દાખ 

37. ભારત સરકારે નાગપુરમાં એનડીઆરએફ-એકેડમીની સ્થાપનાની અધિસૂચના ક્યારે જાહેર કરી હતી ? ફેબ્રુઆરી 2016

38. ગુજરાતમાં કેટલી સૈનિક શાળા આવેલી છે ? 01

39. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ) માટે નીચેનામાંથી કયું માન્ય માપદંડ છે ?

40. લોજિસ્ટિક પાર્ક સહાય યોજનાનો અમલ કયા વર્ષથી કરવામાં આવેલ છે ? 2015

41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ? અગરબત્તી ઉત્પાદન મશીનો તથા કાચા માલની સહાય આપવી 

42. મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ? સિરામિક ઉદ્યોગ 

43. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? લાઈમ 

44. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલની પાંચમી વર્ષગાંઠ પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુલ કેટલા કરોડના 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ'ની જાહેરાત કરી ? 1000 કરોડ 

45. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ? 10,000 રૂપિયા 

46. 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ? શૂન્ય 

47. મોરબી કયા જીલ્લાઓના ભાગોમાંથી બનાવવામાં આવ્યું હતું ? રાજકોટ, સુરેંદ્રનગર અને જામનગર 

48. બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દ કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો હતો ? 42

49. કયો અધિનિયમ ભારતમાં જીવનના વિવિધ પાસાઓમાં વિકલાંગ લોકોના અધિકારો અને ગૌરવને પ્રોત્સાહન આપે છે અને તેનું રક્ષણ કરે છે ? RPWD ઍક્ટ 2016

50. કોઈપણ સંસ્થામાં લઘુત્તમ વેતન ચૂકવવાની સિસ્ટમનો હેતુ શું છે ? ગરીબી સામે લડવું 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 51 to 75

School Level (Answers)

51. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા ? શ્યામા પ્રસાદ મુખરજી 

52. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે ? 12

53. જમીન દફતરોની જાળવણી અને સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવા કઈ સીસ્ટમનો અસરકારક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ? ઇન્ટીગ્રેટેડ લેન્ડ મૅનેજમેન્ટ સિસ્ટમ 

54. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે ? 08

55. એક ડેમ બાંધવા, ડેમને ડિસેલિનેશન કરવા અને તળાવોને ઉંડા કરાવવા વગેરે કઈ યોજના અંતર્ગત આવે છે ? જળ સંચય યોજના 

56. ગુજરાત ભારતમાં મત્સ્ય ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે ? 03

57. કઈ યોજના હેઠળ વર્ષ 2022ના અંત સુધીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારને પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સુવિધા છે ? અફોર્ડેબલ હાઉસિંગ મિશન 

58. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ? તાલુકા/જિલ્લા પંચાયતના સભ્ય 

59. પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે ? લોકોને વહીવટમાં સહભાગી બનાવવા માટે 

60. ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે ? 26,110 કિમી 

61. 'પર્યટન એ એવી સફર છે કે જેમાં નીચેના ત્રણ ઘટકોમાંથી ઓછામાં ઓછા બે શારીરિક પ્રવૃત્તિ, કુદરતી વાતાવરણ અને સાંસ્કૃતિક તલ્લીનતાનો સમાવેશ થાય છે' તેને શું કહેવાય છે ? સાહસિક પ્રવાસન 

62. ભારતનું પવિત્ર યાત્રાધામ અમરનાથ કયા રાજ્યમાં આવેલું છે ? જમ્મુકાશ્મીર

63. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા 'દેખો દ્વારકા' અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે કઈ બસ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે ? ડબલ ડેક્કર બસ 

64. નેશનલ એક્સપ્રેસ હાઇવે-2 (NE2) કયા બે રાજ્યમાં પથરાયેલો છે ? ઉત્તરપ્રદેશ - હરિયાણા 

65. 'અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ' ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરની સૂચિત લંબાઈ કેટલી છે ? 18.87 કિમી 

66. નીતિ આયોગ કઈ વ્યૂહાત્મક રાષ્ટ્ર-નિર્માણ પહેલ શરૂ કરવા માટે છે ? મેન્ટર ભારત અભિયાન 

67. ભારતમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? એપ્રિલ 2017

68. કઈ યોજનાનો લાભ ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે ? સ્વામી વિવેકાનંદ સ્ટાઈપેંડ સ્કીમ યોજના 

69. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ? 4000 રૂપિયા 

70. ગુજરાતમાં કઈ જગ્યાએ રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા 'અનુબંધમ' પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો ? સુરત 

71. વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ કેટલી ડિ.એલ​.એસ​.એસ​.(District Level Sports Schools Yojana) નિવાસી શાળાઓમાં ભાઈ-બહેનોને પ્રવેશ આપવામાં આવેલ હતો ? 24

72. 'નેશનલ આયર્ન યોજના'માં છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં બે વખત આશાવર્કર દ્વારા શું આપવામાં આવે છે ? IFAની ગોળી 

73. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બેટી બચાવો બેટી પઢાવો યોજના' અંગે તેમના ક્ષેત્રમાં યોગદાન માટે બે જિલ્લા પંચાયતો અને બે ગ્રામ પંચાયતોને કયો એવોર્ડ આપવામાં આવે છે ? રાણી રૂદ્રમાદેવી ઍવોર્ડ 

74. નીચેનામાંથી કયું ફિલોસોફરનું ઊન કહેવાય છે ? ઝીંક ઓક્સાઈડ 

75. વાઈરસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? વાયરસમાં ઉત્સેચકોનો અભાવ હોય છે. 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 76 to 100

School Level (Answers)

76. કિડની દ્વારા દર મિનિટે અંદાજે કેટલું લોહી ફિલ્ટર થાય છે ? 1100 થી 1200 ml 

77. મહાત્મા ગાંધીએ ખાદીને શા માટે પ્રોત્સાહન આપ્યું હતું ? પરદેશી કાપડનો બહિષ્કાર 

78. બંધારણ સભા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો હતો ? જૂલાઇ 1947

79. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો ? 1956

80. ઉમંગ એપ કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ? Android, iOS and KaiOS 

81. ઈ-ગવર્નન્સ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?

82. માતાના મઢ યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ 

83. વેદાંથાંગલ જળચર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ 

84. કયું શહેર ભારતનું દૂધ શહેર (મિલ્ક સિટી) તરીકે ઓળખાય છે ? આણંદ 

85. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા ? ગાંધીજીના અંગત સચિવ 

86. 'કર્ણાટકની લક્ષ્મીબાઈ' તરીકે કોણ જાણીતું છે ? રાણી ચેનમ્મા 

87. ગોપાલ કૃષ્ણ ગોખલેએ 1905માં શેની સ્થાપના કરી હતી ? ભારત સેવક મંડળ 

88. નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ભારતમાં વપરાતા કુલ પાણીનો મોટો હિસ્સો છે ? કૃષિ ક્ષેત્ર 

89. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેટલા ટકા ભારતીય પરિવારોને આવરી લેશે ? 50 %

90. ઓલિમ્પિક સૂત્ર "સિટીયસ, અલ્ટીયસ, ફોર્ટિયસ" છે. તેનો અર્થ છે "ઝડપી, ઉચ્ચ, ________." મજબુત 

91. ક્રિકેટ વર્લ્ડ કપ 1983ની ફાઇનલમાં ભારતે કેટલા રન બનાવ્યા હતા ? 183

92. કયા દેશને 'ક્રિકેટના પિતા' કહેવામાં આવે છે? ઇંગ્લેન્ડ 

93. નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે ? B12

94. 'જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા' બંધારણની કઈ કલમમાં છે ? 16

95. વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ 

96. '.MOV' એક્સ્ટેંશન એ સામાન્ય રીતે કયા પ્રકારની ફાઇલનો સંદર્ભ આપે છે ? એનિમેશન 

97. તાજા પાણીના છોડ અને પ્રાણીઓના જીવન માટે કઈ પીએચ રેન્જ (pH range)સૌથી વધુ અનુકૂળ છે ? 6.5 - 7.5

98. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? પી. વી. સિંધુ 

99. ભારત તરફથી 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ' (યુએનનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન) -2018 પ્રાપ્ત કરનાર કયા વડાપ્રધાન છે ? નરેન્દ્ર મોદી 

100. વર્ષ 1976 માટે 24માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? કાનન દેવી 

Gujarat Gyan Guru Quiz 26 August Questions 101 to 125

School Level (Answers)

101. વિશ્વમાં મે મહિનાનો પ્રથમ મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ? વિશ્વ અસ્થમા દિવસ 

102. વ્યક્તિઓની હેરફેર સામેનો વિશ્વ દિવસ ક્યારે હોય છે ? 30 જૂલાઇ 

103. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી 

104. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતુ ? સિધ્ધરાજ જયસિંહ 

105. 2021માં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં થયું હતું ? પંચકુલા 

106. 'હંસાઉલી' કયા જૈનેતર કવિની રચના છે ? અસાઈત ઠાકર 

107. ઈ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસૂલી કેસોની વિગતો ઓનલાઈન મૂકવામાં આવી છે ? 12,34,426

108. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ? INS સિંધુરાજ 

109. પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી ગુજરાતી મૂક ફિલ્મનું નામ શું છે ? સાદ

110. રામાયણમાં કેટલા અધ્યાય આવેલા છે ? 07

111. સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા દેવતાની પૂજા કરવામાં આવતી હતી ? પશુપતિ 

112. આર્યોમાં કુટુંબના વડાને શું કહેવાતું હતું ? ગૃહપતિ 

113. રાજસ્થાનનું કયું શહેર પક્ષી જોવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે ? ભરતપુર 

114. કેન્ડોલિમ બીચ કયા રાજ્યમાં આવેલ છે ? ગોવા 

115. વિશિષ્ટાદ્વૈતવાદના સ્થાપક કોણ છે ? રામાનુજ 

116. આસામનું રાજ્ય વૃક્ષ કયું છે ? હોલોંગ 

117. આયુર્વેદ પરનો 'ચરક સંહિતા' સંસ્કૃત ગ્રંથ કોણે લખ્યો ? ચરક મહર્ષિ 

118. કયા વિટામિનની ઉણપથી રાત્રિ અંધત્વ થઈ શકે છે ? વિટામિન A

119. કમ્પ્યૂટર નેટવર્કના સંદર્ભમાં WANનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ? વાઈડ એરિયા નેટવર્ક 

120. ફરીથી વાપરી શકાય તેવા ઓપ્ટિકલ સ્ટોરેજનું ટૂંકું નામ શું છે ? Rewritable 

121. રૂદ્દ્ર મહાલય નામથી પ્રસિધ્ધ ભગવાન શિવનું મંદિર કઈ સદીમાં બનાવવામાં આવ્યું હતું ? 12

122. 'પાંચ પાંડવ રથમંદિર' ભારતમાં ક્યાં આવેલું છે ? તમિલનાડુ 

123. ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યકારી વડા કોણ છે ? રાષ્ટ્રપતિ 

124. હોમિયોપેથિક ડૉક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર છે ? BHMS

125. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ? મુંદ્રા 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code