Ad Code

Ticker

6/recent/ticker-posts

23 ફેબ્રુઆરી 2014 માં લેવાયેલ તલાટી-કમ-મંત્રીનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પ્રશ્નપત્ર

ગુજરાતી ભાષા અને વ્યાકરણ

1. ગુજરાતીમાં સૌપ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ? 
A. જયંત પાઠક 
B. બ.ક.ઠાકોર *
C. રાજેન્દ્ર શાહ
D. ઉમાશંકર જોશી 

2. "પુર્વાલાપ" ના રચયિતા 
A. શ્રીધરાણી 
B. રા.વિ.પાઠક 
C. મણિશંકર રત્નજી ભટ્ટ *
D. કલાપી 

3. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ?
A. દલપતરામ 
B. પ્રાણલાલ ડોસા 
C. પ્રાણલાલ મથુરદાસ *
D. નર્મદ 

4. "અતિજ્ઞાન"ના રચયિતા કવિ કાન્ત છે, અ "અતિજ્ઞાન" શું છે?
A. મહાકાવ્ય
B. નાટક 
C. ખંડકાવ્ય * 
D. કરુણ પ્રશસ્તિ  

5. નર્મદના જીવન પરની જીવન કથા - "વીર નર્મદ" કોણે લખી છે?
A. મણિલાલ દ્વિવેદી 
B. વિશ્વનાથ ભટ્ટ *
C. ચંદ્રકાંત શેઠ 
D. ચીનુ મોદી 

6. "જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે." આ વક્તવ્ય કોનું છે?
A. ગાંધીજી
B. ડો. જીવરાજ મહેતા 
C. બળવંતરાય મહેતા 
D. બાબુભાઈ જ. પટેલ *  

7. 'કલમ ! હવે તારે ખોળે છઉં' આ અરજ કોની?
A. ક.મા.મુનશી 
B. દલપતરામ 
C. વીર નર્મદ *
D. નંદશંકર મહેતા 

8. "_____ ગાઉએ બોલી બદલાય" - આમાં ખાલી જગ્યામાં શું આવે?
A. આઠ 
B. ત્રણ 
C. બાર *
D. ચૌદ 

9. ઉંમરમાં નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતાં અભિવાદન શું થાય?
A. નમસ્કાર 
B. સ્નેહ 
C. પરમ પ્રિય 
D. શુભાશિષ *

10. વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંંથી શું સંબોધન કરવું જોઇએ?
A. પરમ પ્રિય
B. પ્રિય 
C. ચિરંજીવ 
D. શ્રધ્ધેય *

11. નીચેનામાંથી કયો સાચો શબ્દ છે?
A. મ્યૂનીસીપાલિટી 
B. મ્યુનિસીપાલિટિ 
C. મ્યુનિસિપાલિટિ 
D. મ્યુનિસિપાલિટી *

12. નીચેનામાંથી કયો સાચો શબ્દ છે?
A. લાયસન્સ 
B. લાઈસન્સ 
C. લાઈશન્સ *
D. લાયશન્સ 

13. નીચેનામાંંથી કયો શબ્દ સાચો છે?
A. ઑગસ્ટ *
B. ઓગષ્ટ 
C. ઓગસ્ટ 
D. ઑગષ્ટ

14. વળે વળ ઉતારવો એટલે ...
A. સામર્થ્ય હોવું 
B. બંધબેસતી ગોઠવણ કરવી *
C. વધારીને વાત કરવી 
D. મુશ્કેલ કાર્ય કરવું 

15. ટકાનું ત્રણ શેર એટલે ...
A. ત્રણ રૂ.ના ભાવનું 
B. તદ્દન સસ્તું *
C. નકામું 
D. તદ્દન સામાન્ય 

16. ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ કયો હોય?
A. અનામિકા *
B. મજલી 
C. દ્વિતિય 
D. અગ્રજ 

17. જેની શરુઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો?
A. અનાદિ *
B. શરુઆત વગરનું 
C. અંત્યેષ્ટિ 
D. અલૌકિક 

18. ઘેર ઘેર ભીખ માગવી તે - એના માટે એક શબ્દ કયો?
A. બગભગત 
B. ભીખી 
C. માધુકરી *
D. ભિખારી 

19. "ઠરેલ" નો વિરુદ્ધાર્થી શબ્દ શું?
A. વાણો 
B. ઉછાંછળું *
C. અદ્વૈત 
D. છૂટ 

20. પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો?
A. પૌરસ્ત્ય *
B. પ્રારબ્ધ 
C. તાજું 
D. સ્વકીય 

21. વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંંથી કયો?
A. સરાઈ 
B. પથિકાશ્રમ
C. ધર્મશાળા 
D. બધા વિકલ્પો સાચા છે. *

22. 'મધુમાસ' નો સમાનાર્થી શબ્દ
A. વસંત *
B. અબ્દ 
C. સંસ્કૃતિ 
D. મધુરમાસ 

23. 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે?
A. અરબી
B. ફારસી 
C. તુર્કી *
D. મરાઠી 

24. 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઉતરી આવેલ છે?
A. પોર્ટુગીઝ *
B. અરબી 
C. ફારસી 
D. તુર્કી  

25. ષડાનનની સંધિ છૂટી પાડતાં કયા શબ્દો બને?
A. ષડ્ + નન 
B. ષડ્ + અનન 
C. ષટ્ + અનન 
D. બધા વિકલ્પો ખોટા છે. *

26. નીચેનામાંંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ છે?
A. નીરીક્ષક 
B. નીરિક્ષક
C. નિરીક્ષક *
D. નિરિક્ષક 

27. નીચેનામાંંથી કયો શબ્દ સાચો છે?
A. ખિસ્સાકાત્રુ 
B. ખિસ્સાકાતરું *
C. ખિસ્સાકાતરુ 
D. ખિસ્સાંકાતરું 

28. નીચેનામાંંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય?
A. મેઘ 
B. દામિની *
C. નીરદ 
D. બધા વિકલ્પો ખોટા છે. 

29. રાતદિવસ કયો સમાસ છે?
A. દ્વંદ્વ *
B. તત્પુરુષ 
C. ઉપપદ 
D. કર્મધારય 

30. નીચેનામાંંથી કયો સમાસ ઉપપદ સમાસ છે?
A. ઘરજમાઈ 
B. લેભાગુ *
C. ચોપગું  
D. મુખચંદ્ર

31 થી 35 નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો :
          આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃતિ કેળવવી પુરેપુરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપુર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહિં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઇ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઇએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. 

31. દેહભાવ જતાં કઈ અવસ્થા સહજ રીતે પ્રાપ્ત થાય છે?
A. આસક્તિ 
B. મમતા  
C. આત્માની 
D. નિર્ભય *

32. ભયનું મૂળ ...
A. મમતા છે
B. દેહ છે *
C. મૂર્છિત અવસ્થા 
D. કામ 

33. શેના જ્ઞાન થકી ભયોથી સંપુર્ણ મુક્તિ પામી શકાય?
A. દેહ પ્રત્યેની મમતા 
B. નિર્ભયતા 
C. આત્માના *
D. બાહ્ય ભયથી 

34. કયા ભયો આંતરિક ભયો કહેવાય?
A. દેહ પ્રત્યેની મમતા
B. કામ, ક્રોધ *
C. મૂર્છા આવવી 
D. આત્માની અવગણના 

35. _____ કેળવવી સરળ નથી. 
A. નિર્ભયતા *
B. મમતા - આસક્તિથી દૂર રહેવાની અવસ્થા 
C. કામ - ક્રોધથી દૂર રહેવાની અવસ્થા 
D. આત્માની ઓળખ
36. જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે?
A. 23(1/13)% *
B. 30%
C. 27(1/8)%
D. 18(1/13)%

37.  એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે?
A. 42 કલાક *
B. 6 કલાક
C. 36 કલાક 
D. 7 કલાક 

38. એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય?
A. 18 %
B. 27 %
C. 25 %
D. 30 % *

39. 49 × 64 = (?)2, તો ? = _____ .
A. 28
B. 63
C. 56 *
D. 42

40. કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિમી/કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે?
A. 18 સેકન્ડ 
B. 15 સેકન્ડ 
C. 21 સેકન્ડ
D. 12 સેકન્ડ *

41. A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પુર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પુર્ણ થાય?
A. 12 દિવસ 
B. 18 દિવસ 
C. 15 દિવસ *
D. 10 દિવસ 

42. જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાક દિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે?
A. મંગળવાર *
B. શનિવાર 
C. રવિવાર 
D. સોમવાર 

43. {(7/0.7)+(7/0.007)+(7/0.07)+(7/0.0007)} = ? તો ? = _____ .
A. 11,111
B. 11,110 *
C. 1,01010
D. 1110

44. {(32.17×32.17)-(12.17×12.17)} / (32.17+12.17) = ? તો ? = _____ .
A. 20 *
B. 44.34
C. 20.17
D. 44.17

45. {(6.89×6.89)+(2×6.89×1)+(1×1)}/(6.89+1)2 = ?
A. (6.89)2
B. 6.89
C. 1 *
D. 0

46. ગોળાના ઘનફળનું સૂત્ર શું? 

47. જો એક ઓરડાની લંબાઇ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઉંચાઇ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય?
A. 2600 રૂ.
B. 5200 રૂ. *
C. 7800 રૂ.
D. 8400 રૂ. 

48. 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો.
A. 27 વર્ષ *
B. 28 વર્ષ 
C. 24 વર્ષ 
D. 25 વર્ષ 

49. જો એક ચોક્કસ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે?
A. 21 વર્ષ 
B. 14 વર્ષ *
C. 10.5 વર્ષ 
D. 18 વર્ષ 

50. જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય?
A. 10%
B. 100%
C. 20%
D. 21% *

https://ankitpatelgkmyway.blogspot.com/

અંગ્રેજી ભાષા અને વ્યાકરણ

51. What is the opposite of 'general' ?
A. Particular *
B. Ambiguous
C. Rare
D. Straight

52. What is the synonym of 'attain' ?
A. improve
B. gain *
C. mingle
D. assist

53. What is the synonym of 'docile' ?
A. gentle *
B. mean
C. certain
D. bright

54. Give one word for the following expression 
A disease which spreads by contact
A. Herbal
B. Infectious
C. Contagious *
D. Incorrigible

55. The green eyed monster means
A. hatred
B. love
C. anger
D. jealousy *

56. A man of letters means
A. A writer who wrote many letters
B. A person who has understanding power
C. A good reader of letters
D. A scholar with literary test *

57. He was accustomed _____ chewing Tulsi leaves even when he delivered the lecture. (Fill in the blank)
A. of
B. about
C. at
D. to *

58. Scarcely had he reached the station _____ the train streamed off.
A. then
B. when *
C. than
D. while

59. The postman _____ the money order by afternoon (fill in the blank)
A. will bring
B. will be bringing
C. will have brought *
D. is bringing

60. That child died _____ heavy fever (fill in the blank)
A. at
B. with
C. of *
D. from

61. To grease the palm means _____ .
A. To smooth
B. To bribe *
C. To win
D. To make up mind

62. No sooner did I open the door _____ the cat ran away. (fill in the blank)
A. as
B. when
C. then *
D. so that

63. The electricity is _____ than coal. (fill in the blank)
A. cheap
B. to cheap
C. cheaper *
D. cheapest

64. Kalidas is _____ Shakespeare of India. (fill in the blank)
A. No article
B. a
C. an
D. the *

65. _____ you ever _____ Manali ? (fill in the blank)
A. Have, visited *
B. Had, visited
C. Did, visit
D. Will, be visiting

https://ankitpatelgkmyway.blogspot.com/

સામાન્ય જ્ઞાન

66. ફેફસાનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે, તે ક્યાં આવેલી છે?
A. પૂના 
B. ચેન્નઇ *
C. બેંગ્લોર 
D. કોલકાતા 

67. 65મા પ્રજાસત્તાકદિને નવી દિલ્હી ખાતે કોણ મુખ્ય મહેમાન બન્યું હતું ?
A. દક્ષિણ આફ્રિકાના પ્રેસિડન્ટ 
B. ઈંગ્લેન્ડના વડાપ્રધાન 
C. જાપાનના વડાપ્રધાન *
D. રશિયાના પ્રેસિડન્ટ  

68. ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ?
A. કૃષિ ભવન 
B. બિરસા મુંડા ભવન *
C. જળ ભવન 
D. નિર્માણ ભવન 

69. કયા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ?
A. પાકિસ્તાન 
B. અમેરિકા *
C. જાપાન
D. ચીન 

70. મિસ અર્થ - 2013 નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ?
A. એલિઝ હેનરિક *
B. એલેકઝાંડર બ્રાઉન 
C. શોભિતા દુલિપલા
D. તેરેઝ ફાગુકસોવા 

71. સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાનની અવધિ કેટલી હોય છે ?
A. 1 મિનિટ 
B. 60 સેકન્ડ
C. 52 સેકન્ડ *
D. 20 સેકન્ડ

72. કોઇપણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવુ પડે ?
A. 12  માસ
B. 6 માસ *
C. 9 માસ 
D. 3 માસ 

73. ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ?
A. 19
B. 51-એ *
C. 22
D. 32

74. નીચેનામાંંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?
A. હર્ષવર્ધન 
B. ચંદ્રગુપ્ત મૌર્ય
C. અકબર 
D. ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) *
 
75. ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની 29 સદીનો વિશ્વ વિક્રમ તોડનાર પ્રથમ ક્રિકેટર નીચેનામાંથી કોણ ?
A. સચિન તેંડુલકર 
B. વિવિયન રિચર્ડસ 
C. સુનિલ ગાવસ્કર *
D. રિકી પોન્ટિંગ 

76. કોની આગેવાની હેઠળ સન 1951 માં "મહાગુજરાત સીમા સમિતિ" ની રચના થઈ ?
A. શ્રી હિંમતલાલ શુક્લ
B. બ્રહ્મકુમાર ભટ્ટ
C. જ્યંતિ દલાલ 
D. સર પુરુષોત્તમ દાસ *

77. મહાગુજરાત ચળવળ દરમ્યાનની સન-1957ની લોકસભાની ચૂંટણી દરમ્યાન "મહાગુજરાત જનતા પરિષદ" નું પ્રતિક નીચેનામાંંથી કયું રાખવામાં આવ્યું હતું ?
A. ઊંટ 
B. હાથી 
C. કૂકડો *
D. ધ્વજ 

78. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા (General Assembly) ના પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંંથી કોણ ?
A. સુચેતા કૃપલાણી 
B. એની બેસન્ટ 
C. સરોજિની નાયડુ 
D. વિજયાલક્ષ્મી પંડિત *

79. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંંથી કોણ ?
A. પુષ્પાબેન મહેતા 
B. વિનોદિની નિલકંઠ 
C. હંસા મહેતા 
D. ઇન્દુમતીબેન શેઠ *

80. રાજકીય પક્ષોના ચુંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ?
A. મુખ્ય ચૂંટણી અધિકારી 
B. સંસદ 
C. પ્રધાનમંત્રી 
D. ચુંટણી આયોગ *

81. રૉલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ "દલીલ, અપીલ અને વકિલનો અધિકાર" લઈ લેવામાં આવ્યો હતો ?
A. લોકમાન્ય ટિળક 
B. મહાત્મા ગાંધીજી 
C. મોતીલાલ નહેરુ *
D. જવાહરલાલ નહેરુ 

82. ગાંધીજીની દાંડીયાત્રાને "નેપોલિયનની પેરિસ માર્ચ" તરીકે કોણે સરખાવી છે ?
A. જવાહરલાલ નહેરુ
B. રવીન્દ્રનાથ ટાગોર 
C. સરદાર પટેલ
D. સુભાષચંદ્ર બોઝ *

83. વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડકપનો વિજેતા કયો દેશ છે ?
A. ઇંગ્લેન્ડ 
B. સાઉથ આફ્રિકા 
C. વેસ્ટ ઇન્ડિઝ *
D. ઓસ્ટ્રેલિયા 

84. નીચેનામાંંથી કોણ ટેનીસની રમતનો ખેલાડી નથી ?
A. રાફેલ નડાલ 
B. યોકોવિચ 
C. એન્ડી મરે 
D. શૂ - મેકર *

85. યુરોપના કયા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઇના અંત સુધી સુર્ય આથમતો નથી ?
A. સ્પેન 
B. નૉર્વે *
C. ફ્રાંસ 
D. ઈંગ્લેન્ડ 

86. વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ?
A. પેસેફિક મહાસાગર *
B. આર્કિટિક મહાસાગર  
C. એટલાન્ટિક મહાસાગર 
D. હિન્દ મહાસાગર 

87. ઋગ્વેદના "પુરુષ સૂક્ત" મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ?
A. બ્રાહ્મણ 
B. ક્ષત્રિય *
C. વૈશ્ય 
D. શુદ્ર 

88. જાદુ, વશીકરણ વગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ?
A. ઋગ્વેદ 
B. યજુર્વેદ *
C. સામવેદ 
D. અથર્વવેદ 

89. MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ?
A. કેલ્શિયમ કાર્બોનેટ 
B. પોટેશિયમ ક્લોરાઇડ 
C. આર્યન ઓકસાઈડ *
D. મેગેનીઝ ડાયોક્સાઈડ 

90. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
A. 1લી ડિસેમ્બર  
B. 2જી ડિસેમ્બર * 
C. 3જી ડિસેમ્બર 
D. 4થી ડિસેમ્બર 

91. યુરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે ?
A. લીવર 
B. હાર્ટ 
C. કિડની *
D. ફેફસાં 

92. ટાઇફૉઈડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?
A. કિડની 
B. આંતરડા *
C. યકૃત 
D. બ્રેઇન 

93. કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ?
A. લોર્ડ વેલેસ્લી 
B. લોર્ડ બેન્ટિક 
C. લોર્ડ ડેલહાઉસી *
D. લોર્ડ હાર્ડિજ 

94. કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ "લાટ પ્રદેશ" કહેવાય છે ?
A. સાબરમતી - રેવા 
B. મહી - રેવા *
C. શૈત્રુંંજી - ભાદર 
D. મહી - સરસ્વતી 

95. બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ?
A. 5
B. 6
C. 7 *
D. 8

96. કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ ?
A. દિલ્હી *
B. પોંડિચેરી 
C. લક્ષદ્વીપ 
D. દીવ

97. મધ્યપ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય ઍવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ?
A. મેરી કોમ
B. સાયના નેહવાલ 
C. બચેન્દ્રીપાલ *
D. નંદિની પંડ્યા 

98. શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કયો ?
A. પહેલો
B. બીજો *
C. ત્રીજો 
D. ચોથો 

99. જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ?
A. પંચાસર *
B. અણહિલપુર પાટણ
C. પાનસર 
D. ભૃગુકચ્છ 

100. ટેલિવિઝનની  શોધ નીચેનામાંંથી કોણે કરી હતી ?
A. સેમ્યુઅલ મોર્સ 
B. જે.એલ.બેયર્ડ *
C. માર્કોની 
D. સ્ટીવનસન  

Post a Comment

0 Comments

Ad Code