Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q 2.0 Questions Bank with Answers 12-03-2024 College_level

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.


College Level

Gujarat Gyan Guru Quiz 2.0 12 March Questions 01 to 40

College Level (Answers)


1. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચના મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ કયા છે ? ઇમારતો માટે સિસ્મિક (ધરતીકંપ)ના પરિબળો તપાસવા અને ધરતીકંપની સંભવિતતાનું લાંબા ગાળાનું મૂલ્યાંકન કરવું

2. IT/ITes નીતિ સામાન્ય રીતે પ્રદેશમાં આર્થિક વૃદ્ધિમાં કેવી રીતે ફાળો આપે છે ? આઇટી કંપનીઓને આકર્ષીને, નોકરીઓનું સર્જન કરીને અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપીને

3. 2023માં કયા વડાપ્રધાનને ઇજિપ્તમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે ? શ્રી નરેન્દ્ર મોદી

4. DRDO નું પૂરું નામ શું છે? ડિફેન્સ રિસેર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન

5. AgEdn - ભારત-અફઘાનિસ્તાન ફેલોશિપ હેઠળ Ph.D માટે માસિક ફેલોશિપની રકમ કેટલી છે ? રૂ. 15,000/-

6. અધ્યાપકોના જ્ઞાનવર્ધન માટે અપાતી તાલીમ કઈ છે ? ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ

7. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું સ્ટોર હાઉસ કયું છે ? દિક્ષા પોર્ટલ

8. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન (SIH) 2023નું પ્રાથમિક કેન્દ્ર શું છે ? સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ

9. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળાના બાળકોનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કયો કાર્યક્રમ યોજવામાં આવે છે ? શાળા આરોગ્ય કાર્યક્રમ

10. ભારતમાં 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એનિમલ હેલ્થ' ક્યાં આવેલી છે? ઉત્તરપ્રદેશ

11. FSSAI દ્વારા વિકસિત 'ફૂડ સેફ્ટી મેજિક બોક્સ'નો પ્રાથમિક હેતુ કયો છે ? વ્યક્તિઓને ખોરાકમાં ભેળસેળ શોધવા માટે સશક્ત બનાવવા

12. નવજાત શિશુસુરક્ષા કાર્યક્રમનું લક્ષ્ય શું છે ? દેશમાં નવજાત મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરવો

13. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેની વીમા યોજના 'માતા યશોદા ગૌરવનિધિ' માટે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલી સૂચિત જોગવાઈ છે ? (લાખમાં) રૂ. 625.55 લાખ

14. દિવ્યાંગના સંદર્ભમાં UDIDનું પૂરું નામ શું છે ? યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ

15. કોનો હેતુ દિવ્યાંગજનોને સક્ષમ અને સશક્ત બનાવવાનો, સમાન તકોની પ્રાપ્તિને સરળ બનાવવાનો અને તેમને માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની પ્રક્રિયાઓ વિકસિત કરવાનો છે ? રાષ્ટ્રીય ટ્રસ્ટ

16. 'વન નેશન વન રેશનકાર્ડ' યોજનાની ઉદ્દેશ કયો છે ? સ્થળાંતરિત કામદારોને દેશભરની કોઈપણ વાજબી ભાવની દુકાનેથી રેશન ઉપલબ્ધ કરાવવાનો

17. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના ધ્રુવ અંતર્ગત કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય છે ? ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ

18. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશનસહાય આપવામાં આવે છે ? રૂ. 25000

19. કયા અર્થશાસ્ત્રીએ 'વેલ્થ ઓફ નેશન્સ' પુસ્તક લખ્યું છે ? એડમ સ્મિથ

20. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ? બિરસા મુંડા ભવન - ગાંધીનગર

21. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'પૂર્ણા યોજના'નો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ? આંગણવાડી કેન્દ્ર

22. આદિવાસી વિદ્યાર્થીઓના વાલીઓને મફત અનાજ આપવા માટે કઈ યોજના છે ? અન્ન ત્રિવેણી યોજના

23. પીએચડી અભ્યાસ યોજના હેઠળ રજીસ્ટર્ડ બાંધકામ કામદારના બાળકને બે વર્ષ માટે માસિક કેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે? રૂ. 15000

24. 17મી જાન્યુઆરી 2019ના રોજ 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ગાંધીનગર

25. ગુજરાત સરકારની નબળા વર્ગ માટેની મરઘાં ઉછેર તાલીમ સ્ટાઈપેન્ડ યોજના હેઠળ કેટલા દિવસની તાલીમ અપાય છે ? 6

26. ઉત્તરાખંડના ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરને કયા વર્ષે 'સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ' મળ્યો હતો ? 2020

27. કયા પ્રકારની કપાત મુખ્યત્વે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 EE સાથે સંબંધિત છે ? પ્રથમ વખત ઘર ખરીદનાર માટે હોમલોન વ્યાજ

28. નીચેનામાંથી કઈ વ્યક્તિ માટે GSTની નોંધણી જરૂરી નથી ? કોઈ પણ વ્યક્તિ ચીજવસ્તુઓ કે સેવાઓના પુરવઠામાં જ સંડોવાયેલી/જોડાયેલી હોય અને તેને કરમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હોય

29. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો ઉદ્દેશ શો છે ? ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસ. સી / એસ. ટી / મહિલા ઉદ્યોગસાહસિકને બેંક લોનની સગવડ આપવાનો

30. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનામાં ક્યા પ્રકારની સંસ્થાના લાભાર્થીને સ્ટાઈપેંડ આપવામા આવે છે ? ખાનગી સંસ્થાના

31. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ? વર્કિંગ કેપિટલ લોન

32. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ કેટલા લાભાર્થીને 2022 સુધીમાં લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ? રૂ. 50 લાખ

33. વનબંધુ 2 યોજના હેઠળ વર્ષ 2023-24માં અંદાજિત કેટલા કૂવાઓનું વીજળીકરણ કરવાનું આયોજન છે ? રૂ. 14100

34. કોલસામાં ભેજનું પ્રમાણ નક્કી કરવા માટે કોલસાને કયા તાપમાને ગરમ કરવું જોઈએ ? 105-110 C

35. સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં ભારત કેટલામાં સ્થાને છે ? ચોથું

36. બાંગ્લાદેશમાં ગંગા નદી કયા નામે ઓળખાય છે ? પદ્મા

37. SJMMSVYનું પૂરું નામ શું છે ? સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

38. ગ્રામીણ લોકો માટે રહેણાંકનું મકાન કઈ યોજના અંતર્ગત મળવાપાત્ર છે ? પ્રધાનમંત્રી આવાસ યોજના

39. ગુજરાત સરકારના પી.આઈ.એમ. એક્ટ ૨૦૦૭ હેઠળ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારના લાભાર્થી ખેડૂતોમાંથી કયા એસોસિએશનની રચના કરવામાં આવી હતી ? વોટર યુઝર્સ એસોસિએશન

40. 19મી એશિયન ગેમ્સ-2023માં બોક્સિંગમાં નિખત ઝરીને કયો મેડલ જીત્યો ? બ્રોન્ઝ

Gujarat Gyan Guru Quiz 2.0 12 March Questions 41 to 80

College Level (Answers)


41. 19મી એશિયન ગેમ્સ-2023માં પ્રવીણ ચિત્રવેલે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો ? બ્રોન્ઝ

42. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા નરેશ કલવાણિયા કઈ રમત સાથે સંકળાયેલા છે ? રોવીંગ

43. એશિયન પેરા ગેમ્સ-2023 ગોલ્ડ મેડલ વિજેતા પ્રવીણ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ? એથ્લેટિકસ

44. કયા રમતવીરના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? મેજર ધ્યાનચંદ

45. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યુશન ફી પેટે કેટલી રકમ મળે છે ? રૂ. 8000

46. દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન-સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે ? રૂ. 20000

47. ગુજરાત સરકારમાં 'વોટર વર્કસમાં એનર્જી ઓડિટ્સ' કયા વિભાગનું સંચાલન કરે છે ? GEDA

48. ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા દેશભરમાં કયા વર્ષથી નેશનલ ગ્રીન કોર્પ્સ યોજના લાગુ કરવામાં આવી છે ? સને 2001-02

49. NAPCCનું પૂરું નામ શું છે ? નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (National Action Plan on Climate Change)

50. વિશ્વની સપુષ્પી વનસ્પતિ પૈકી 6% ટકા વનસ્પતિ ભારતમાં મળે છે, તેમાંથી કેટલા ભાગની વનસ્પતિ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી ? ત્રીજા ભાગની

51. પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ લેવા ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના કેટલા વર્ષ અગાઉ 30 જૂન સુધીમાં અરજી આપવાની રહે છે ? એક વર્ષ અગાઉ

52. 'વિક્રમશીલા ગંગાની ડોલ્ફિન અભયારણ્ય' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર

53. 'राष्ट्रभाषा का इतिहास' पुस्तक के लेखक कौन हैं ? किशोरीदास वाजपेयी

54. हिंदी शिक्षण योजना प्रकल्प किस विभाग की ओर से कार्यरत है? राजभाषा विभाग

55. भारत सरकार का वैज्ञानिक एवं तकनीकी शब्दावली आयोग कहां पर स्थित है ? दिल्ली

56. स्कूल को हिंदी में क्या कहा जाता है? विद्यालय

57. 'મહાભારત'માં અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને કયું નામ ધારણ કર્યુ હતું ? બૃહન્નલા

58. પાંડવોમાં 'ધનંજય' તરીકે કોણ ઓળખાય છે ? અર્જુન

59. અવધી ભાષામાં રચિત રામાયણનું શું નામ છે ? રામચરિત માનસ

60. વર્ષ 2021-22માં ઇ-નગર યોજના માટે કેટલા લાખ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. રૂ. 500 લાખ

61. આવાસ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલયે મિશન ડોક્યુમેન્ટ બહાર પાડીને કઈ યોજનાને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના નવા નામે અમલમાં મૂકી છે ? સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના

62. અટલ મિશન (અમૃત) યોજનાનો અમલ કઈ સંસ્થા કરે છે ? ગુજરાત શહેરી વિકાસ મિશન

63. 11 કરોડથી વધુ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો કઈ યોજના અન્વયે બનાવવામાં આવ્યાં છે ? સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)

64. પંચાયતી રાજને મજબૂત બનાવવાના હેતુથી જી.પી.ડી.પી.ને કયું અભિયાન પ્રોત્સાહન આપે છે ? સબ કી યોજના, સબ કા વિકાસ

65. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત લોકભાગીદારીથી પડતર જગ્યાઓ પર જાહેર બગીચા, પાર્ક બનાવવામાં આવે છે ? પંચવટી યોજના

66. ભારતમાલા પરિયોજના તબક્કા-1 હેઠળ કેટલા મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક વિકસાવવામાં આવશે ? 35

67. UDAN યોજના ઓછી સેવા ધરાવતા પ્રદેશોમાં કયા ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપે છે ? પ્રવાસન

68. એરપોર્ટ પર પેસેન્જર પ્રોસેસિંગ માટે ડિજી યાત્રા કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ? ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT)

69. ભારતીય રેલવેએ કઈ યોજના હેઠળ પ્રથમ ખાનગી ટ્રેન શરૂ કરી ? ભારત ગૌરવ

70. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ કયા વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં આવે છે? ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ

71. ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડાં અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ? ભારતમાલા પરિયોજના

72. વડાપ્રધાશ્રી નરેન્દ્ર મોદીએ 30મી ડિસેમ્બર -2023ના રોજ અયોધ્યામાં કઈ શ્રેણીની ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી ? સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો

73. 2019ના સંદર્ભમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળ ગૃહ મંત્રાલયની જવાબદારી કઈ છે ? કલમ 370 નાબૂદ કરી અને રાજ્યનું પુનર્ગઠન કરવાની

74. કયા વિદ્વાનોએ POSDCORB શબ્દ આપ્યો છે ? લ્યૂથર ગુલિક અને ઉર્વિક

75. ભારતના વર્તમાન કાયદા અને ન્યાયમંત્રી કોણ છે ? શ્રી અર્જુનરામ મેઘવાલ

76. નીચેનામાંથી કોની પાસે ભારતમાં ગમે ત્યાં કેસ ટ્રાન્સફર કરવાની સત્તા છે ? સુપ્રીમ કોર્ટ

77. મુખ્ય ચૂંટણી કમિશનરને કઈ કલમ હેઠળ તેમની ઑફિસમાંથી દૂર કરી શકાય છે ? કલમ 324

78. કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ? ભારતીય કૃષિ અધિનિયમ 2020

79. દાંડિયાના તાલ સાથે રમાતા રાસ માટે મધ્યકાલીન સાહિત્યમાં કયો શબ્દ પ્રયોજાતો હતો ? લકુટારાસ

80. આદિનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? અનાદિ

Gujarat Gyan Guru Quiz 2.0 12 March Questions 81 to 120

College Level (Answers)


81. 'ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે'- પંક્તિ કોણે લખી છે ? ઉમાશંકર જોશી

82. LIC નાં શેરની ફેસ વેલ્યુ કેટલી છે? રૂ. 10

83. અર્થશાસ્ત્રમાં અર્થ શબ્દનો શું અર્થ છે? આર્થિક

84. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? સહ્યાદ્રિ

85. બેક્ટેરિયા જેવા બાહ્ય કણોને ઘેરી લેતા શરીરના કોષોનું નામ શું છે ? ફેગોસાયટ્સ

86. જૂન 2022 મુજબ ક્ષમતાની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

87. કોમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સર્વર એકબીજા સાથે જોડાયેલા અન્ય કોમ્પ્યુટરોને સંસાધનો પૂરા પાડે છે ? નેટવર્ક

88. ચિનુ મોદીનું ઉપનામ કયું છે ? ઈર્શાદ

89. ભારતમાં ગણિતશાસ્ત્રના પિતામહ કોણ ગણાય છે ? આર્યભટ્ટ

90. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ આવેલું છે ? સોમનાથ

91. નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે ? તમાકુ

92. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન થયેલા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું નિર્માણ કઈ નદી પર થયું છે ? ફેની નદી

93. Excelમાં ફોર્મ્યુલા હંમેશા કયા ચિહ્નથી શરૂ થાય છે ? સમાનના ચિહ્ન (Equal sign)

94. કયા ડૉક્ટર હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓના રોગની સારવાર કરે છે ? ઓર્થોપેડિક

95. વિદ્યુતપ્રવાહને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ? એમીટર

96. ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં કોને વર્ષ 2021માંપદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? શ્રી શિન્ઝો આબે

97. 'ગાંધી જયંતી' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 2 ઑક્ટોબર

98. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1981

99. "તારી આંખનો અફીણી" - ગીત કોણે લખ્યું છે ? વેણીભાઇ પુરોહિત

100. પ્રથમ ભારતનિર્મિત પ્રક્ષેપણ વાહન SLV-3 દ્વારા કયો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો ? રોહિણી

101. પ્રથમવાર પરમવીરચક્ર કોને મળ્યો હતો ? સોમનાથ શર્મા

102. ક્રાઉન ગ્લાસનો ક્રિટીકલ એન્ગલ કેટલો હોય છે ? 41.14º

103. હાઇડ્રોજન માટેના બોહરના મોડેલ અનુસાર ઓર્બિટલ સ્પીડ (V) મુખ્ય ક્વોન્ટમ નંબર (n) કેવા સમપ્રમાણમાં હોય છે ? n/8

104. ન્યુક્લિક એસિડ્સના હેલિકલ માળખાના અભ્યાસ માટે, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ગુણધર્મ કયો છે ? ધ્રુવીભવન

105. BCC જાળીમાં ટેટ્રાહેડ્રલ વોઈડ્સની સંખ્યા કેટલી છે ? 4

106. કયા એમિનો એસિડમાં સમાન સંખ્યામાં કાર્બોઝીલ અને એમિનો જૂથ હોય છે? એલનાઇન

107. વિટામિન B1 નું રાસાયણિક નામ શું છે ? થાઈમીન

108. 'समत्वम योग उच्यते' અર્થાત 'સમતા એ જ યોગ' આ વિધાન ક્યાં ગ્રંથનું છે ? શ્રીમદ્દ ભગવદ્દ ગીતા

109. જીવનની મૂળવૃત્તિ અને મૃત્યુની મૂળવૃત્તિનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ? ફ્રોઇડ

110. વિવેકાનંદ શિલા સ્મારક ક્યા રાજ્યમાં આવેલ છે? તમિલનાડુ

111. 'रानी केतकी की कहानी' के लेखक का नाम क्या है? इंशा अल्लाह खा

112. रघुवीर सहाय किस सप्तक के कवि हैं ? दूसरा सप्तक

113. 'चिन्तामणि' निबंध संग्रह सर्वप्रथम किस नाम से प्रकाशित हुआ ? विचार वीथी

114. છંદશાસ્ત્રના પ્રણેતા કોણ છે ? પિંગલ

115. 'अहं ब्रह्मास्मि' વાક્ય કયા ઉપનિષદમાં છે ? છાંદોગ્ય

116. 


બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત કોને લખ્યું છે ? રવીન્દ્રનાથ ટાગોર

117. 


યુનાઇટેડ સ્ટેટ્સમાં યુરિયાની થેલીની કિંમત શું છે? 3000 રૂપિયા

118. 


ભગતસિંહજીને અને તેમના સાથી સુખદેવ અને રાજગુરૂને અંગ્રેજોએ ક્યાં દિવસે ફાંસી પર લટકાવી દીધા હતા? 23 માર્ચે

119. 


ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ ક્યાં દિવસે કર્યો હતો ? 10 એપ્રિલ, 1917

120. 


પૂર્વ આફ્રિકા નો કયો દેશ ભારત નો સૌથી મોટો અને નજીકનો વિકાસમાં ભાગીદાર છે ? તાન્ઝાનિયા

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code